શોધખોળ કરો
મોદી સરકારને આર્થિક મંદીનો અહેસાસ નથી : મનમોહનસિંહ
મનમોહન સિંહે કહ્યું કે આ દેશ માટે ખતરનાક વાત છે છતાં પણ મોદી સરકારને તે વાતનો અહેસાસ પણ નથી. અર્થવ્યવસ્થાની સ્થિતિ આવી જ રહેશે તો 2024-25 સુધી દેશી અર્થવ્યવસ્થાને પાંચ અરબ ડૉલર સુધી જવાનું પીએમ મોદીનું લક્ષ્ય પૂરું થવાની કોઈ આશા નથી.
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી પર ચિંતા વ્યક્ત કરતા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મનમોહન સિંહે કહ્યું કે આ દેશ માટે ખતરનાક વાત છે છતાં પણ મોદી સરકારને તે વાતનો અહેસાસ પણ નથી. આપણે આર્થિક મંદીના તબક્કામાં છીએ. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં થયેલી બેઠકમા મનમોહનસિંહે આ વાત કહી હતી.
મનમોહનસિંહ કહ્યું જો દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ આવી જ રહેશે તો 2024-25 સુધી દેશી અર્થવ્યવસ્થાને પાંચ અરબ ડૉલર સુધી લઈ જવાનું પીએમ મોદીનું લક્ષ્ય પૂરું થવાની કોઈ આશા નથી. તેઓએ કહ્યું કે આજે રિયલ સ્ટેટ, કૃષિ ક્ષેત્રે સહિત તમામ સેક્ટરમાં મંદીના કારણે અર્થવ્યવસ્થા સતત નીચે ગબડી રહી છે.
તેઓએ કહ્યું, આ સ્થિતિ આપણને 2008ની યાદ અપાવે છે કે જ્યારે અમારી સરકારમાં અર્થતંત્ર એકદમ નીચે આવી ગયું હતુ. તે સમયે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંકટના કારણે ઘટાડો થયો હતો. તે સમયે અમારા માટે સ્થિતિ પડકારજનક હતી. પરંતુ અમે તે પડકારને એક અવસર તરીકે લીધો અને અર્થતંત્રને મજબૂત કરવા તરફ પગલા ભર્યા હતા.
મનમોહનસિંહે કહ્યું, દેશ હાલ ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. આ વાત માત્ર કૉંગ્રેસ તરફથી નથી કહેવામાં આવી રહી પરંતુ તમે ઉદ્યોગ જગત કે કોઈ પણ સેક્ટરના લોકો સાથે વાત કરો, તમને ખબર પડશે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement