તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં બોલીવુડના પ્રખ્યાત હિન્દી ગીતો પર લીપ-સિંકિંગ કરીને વીડિયો બનાવનાર તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેન કિલી પોલ અને નીમા પોલના વખાણ કર્યા હતા
PM Modi on Kili Paul: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં બોલીવુડના પ્રખ્યાત હિન્દી ગીતો પર લીપ-સિંકિંગ કરીને વીડિયો બનાવનાર તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેન કિલી પોલ અને નીમા પોલના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આ બંને ભાઈ-બહેનમાં ભારતીય સંગીતને લઈને એક જુનૂન છે - એક દિવાનગી છે અને
આજ કારણથી તેઓ ઘણા લોકપ્રિય બન્યા છે.
ભારતીય સંગીત માટે એક જુનુનઃ પીએમ મોદી
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે, "તંજાનિયાના ભાઈ-બહેન કિલી પોલ અને તેમની બહેન નીમા ઘણા ચર્ચામાં છે અને મને પુરો ભરોસો છે કે તમે પણ તેમને જરુર એક વાર સાંભળ્યા હશે." તેમણે વધુમાં કહ્યું કે, "તેમનામાં ભારતીય સંગીતને લઈને એક જુનૂન છે, એક દિવાનગી છે અને એજ કારણથી તેઓ લોકપ્રિય પણ છે."
ભારતીય હાઈ કમિશને કર્યા હતા સન્માનિતઃ
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તંજાનિયા સ્થિત ભારતીય હાઈ કમિશને કિલી પોલને સન્માનિત કર્યા હતા. કિલી પોલ ભારતીય ગીતોમાં લિપ સિંકિંગ કરીને દુનિયાભરમાં પ્રસિદ્ધ થયા છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોવર્સ છે. બોલીવુડના ઘણા સ્ટાર પણ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.
ભારતમાં કઈ રીતે પ્રસિદ્ધ થયા કિલી પોલઃ
ફિલ્મ 'શેરશાહ'ના એક ગીત 'રાતાં લંબિયા'ના શબ્દો ગણગણાવીને લિપ સિંકીંગ કરીને આ ભાઈ-બહેને એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો ઈંસ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોની સફળતા બાદ આ ભાઈ-બહેન ભારતમાં ઘણા પ્રસિદ્ધ થયા હતા.
જૂઓ કિલી પોલ અને નીમા પોલનો વાયરલ થયેલો વીડિયો...
View this post on Instagram