શોધખોળ કરો
Advertisement
એયરફોર્સના ગુમ થયેલા વિમાનનું સર્ચ ઑપરેશન ચાલુ, રક્ષા મંત્રી પાર્રિકરે કર્યું હવાઈ નિરીક્ષણ
નવી દિલ્હી: રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે વિમાનથી શનિવારે સવારે તાંબ્રમ એરબ્રેસ પહોંચ્યા હતા. ચેન્નાઈથી પોર્ટ બ્લેયર માટે રવાના થયેલા એયરફોર્સનું એક વિમાન AN-32 ગુમ થયા પછી તેમને અધિકારીઓ સાથે જરૂરી બેઠકની સાથે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે.
તાંબ્રમ એયરબ્રેસથી નેવલ એયરફ્રાફ્ટ પી-8 પર સવાર થઈને રક્ષા મંત્રી પાર્રિકરે સર્ચ અને રેસ્ક્યૂ ઑપરેશનનો સર્વે કર્યો હતો.તેના પહેલા એયરફોર્સ અને નેવીના અધિકારીઓએ તેમને જોઈન્ટ ઑપરેશનની તમામ જાણકારી આપી હતી.
સર્ચ અને રેસ્ક્યૂ માટે નેવીના સ્પેશલાઈજ્ડ શિપ આઈએનએસ ઈનવેસ્ટિગેટરની મદદ લેવામાં આવી રહી છે. પોર્ટ બ્લેયરથી રવાના થયેલ આ શિપના મારફતે હાઈડ્રોગ્રાફિક ચાર્ટ અને મેપની સાથે પાણીની અંદર બારીકાઈથી શોધખોળ કરવામાં આવી રહી છે.
જાણકારીના મતે, શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યાથી ગુમ થયેલ આ વિમાનમાં 29 લોકો સવાર હતા. તેમાં 6 ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે. પારેકરનું કહેવું છે કે, એયરફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડનું સર્ચ ઑપરેશન ચાલુ છે. અત્યાર સુધી કોઈ ટીમને સફળતા મળી નથી. 13 શિપ, 5 વિમાન અને બે સબમરીન ગુમ થયેલા વિમાનને આકાશ, પાણી અને પાણીની અંદર દરેક જગ્યાએ શોધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement