શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ આપ્યું રાજીનામું, જાણો કોની કરાઈ નિમણૂક
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુર્મૂને કેન્દ્રમાં નવો કાર્યભાર સોંપવામાં આવી શકે છે.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ રાજીનામું આપી દીધું છે. તેણે ઓક્ટોબર 2019માં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ નિમવામાં આવ્યા હતા. મુર્મૂ ગુજરાત કેડરની 1985 બેચના અધિકારી છે અને કેન્દ્રીય નાણા મંત્રાલયમાં પણ કામગીરી કરી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી તેનુ એક વર્ષ પૂરું થવા સમયે જ તેમણે રાજીનામું આપ્યું છે. જમ્મુ –કાશ્મીરના ઉપરાજયપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકારી લીધું છે. મુર્મૂના સ્થાને મનોજ સિંહાની વરણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુર્મૂને કેન્દ્રમાં નવો કાર્યભાર સોંપવામાં આવી શકે છે. મોદી સરકારે ગત વર્ષે 5 ઓગસ્ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 હટાવી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધી હતી. જે બાદ 31 ઓક્ટોબરે મુર્મૂને ઉપરાજ્યપાલ બનાવાયા હતા. અમદાવાદઃ કોવિડ કેર સેન્ટર શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીના મોત, જાણો વિગતે
વધુ વાંચો





















