શોધખોળ કરો
Advertisement
શપથ ગ્રહણ કરતાં જ અટકી ગયા આ 2 નેતાઓ અને રાષ્ટ્રપતિએ કહ્યું કે.....
શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા ‘મેં’ શબ્દ બોલતા હોય છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. શપથ સમારોહમાં એક રસપ્રદ ઘટના ઘટી હતી. મનસુખ માંડવિયા અને ફગ્ગન સિંહ કુલસ્તે પદ અને ગુપ્તતાના શપથ દરમિયાન પોતાના નામ પહેલા મેં લગાવવાનું ભૂલી ગયા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બન્નેને ટપાર્યા હતાં અને ભૂલ સુધરાવી હતી.
શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા ‘મેં’ શબ્દ બોલતા હોય છે. બાદમાં જે તે મંત્રી ‘મેં’ શબ્દથી શપથ લેવાનું શરૂ કરીને પોતાનું નામ પાછળ બોલીને શપથ લેવાના હોય છે. પરંતુ માંડવિયા કોઈ કારણસર આ પ્રક્રિયા ભૂલી ગયા અને રાષ્ટ્રપતિ કોવિંદ ‘મેં’ શબ્દ બોલ્યા તે પછી પોતે પહેલાં ‘મેં’ શબ્દ બોલવાને બદલે માંડવિયાએ સીધે-સીધું “મનસુખ માંડવિયા ઈશ્વર કી…” બોલી કાઢ્યું હતું. જો કે, રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સ્વસ્થતા સાથે બે વખત મંત્રીજી… મંત્રીજી… બોલીને માંડવિયાને અટકાવ્યા હતા અને પહેલા ‘મેં’ શબ્દ બોલવા કહ્યું હતું. આમ કર્યા બાદ માંડવિયાએ શપથવિધિ પૂરી કરી હતી.
શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિએ જે બીજા મંત્રીને ભૂલ સુધરાવી હતી તેમનું નામ છે ફગ્ગન સિંહ કુલસ્તે છે. તેઓ મધ્ય પ્રદેશની મંડલા લોકસભા બેઠકથી છઠ્ઠીવાર જીતા છે. કુલસ્તેને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement