શોધખોળ કરો

Air Travel Covid Guidelines: માસ્કને લઇને સરકારનો મોટો નિર્ણય, વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે જાહેર કરી એડવાઇઝરી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.

Air Travel Covid Guidelines: દેશ અને દુનિયામાં કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે વિમાનમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું હવે ફરજિયાત રહેશે નહીં, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવાનું બંધ ન કરવું જોઈએ. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાયરસનો કહેર હવે ઘણો ઓછો થયો છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને કોરોનાને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો પણ ઓછા કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે ઘરેલુ હવાઈ મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક ન પહેરવા બદલ મુસાફરોને દંડ કરવામાં આવશે નહીં. ડોમેસ્ટિક એર પેસેન્જર્સને ફેસ માસ્ક ન પહેરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દરમિયાન ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

હવાઈ ​​મુસાફરી દરમિયાન ફેસ માસ્ક જરૂરી નથી

મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ કોરોનાવાયરસના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં તેઓએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધી ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે માસ્કનો ઉપયોગ ફરજિયાત હતો.

દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના  501 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  દર્દીઓની વધીને 4,46,66,676 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 7,918 થી ઘટીને હવે 7,561 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 2 દર્દીઓનું મોત થયું છે. આ સાથે  મૃત્યુઆંક વધીને 5,30,535 થઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget