શોધખોળ કરો

MCD Election 2022:દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે ચૂંટણી, 40 હજાર પોલીસ જવાનો તૈનાત

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 4 ડિસેમ્બર એટલે કે રવિવારે મતદાન થવાનું છે

MCD Election 2022:  દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 4 ડિસેમ્બર એટલે કે રવિવારે મતદાન થવાનું છે. અહીં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ પોતાને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી દિલ્હીની રાજનીતિમાં વાપસી કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે.

લગભગ 40,000 પોલીસકર્મીઓ, 20,000 હોમગાર્ડ્સ અને અર્ધલશ્કરી અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળોની 108 કંપનીઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની રવિવારે યોજાનારી ચૂંટણીમાં તૈનાત કરવામાં આવશે. પોલીસે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 60 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. MCDના 250 વોર્ડની ચૂંટણીઓ માટે પોલીસનું મુખ્ય ધ્યાન સાંપ્રદાયિક તણાવની સંભાવનાને રોકવા અને ઉમેદવારોને ગેરકાયદેસર માધ્યમો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા રોકવા પર રહેશે.

 ઉત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે બદમાશો સામે સતર્ક રહેવા અને આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) ઝોન-2 સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે તમામ સંવેદનશીલ મતદાન મથકોનો સર્વે કરવામાં આવ્યો છે.

MCD ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા

ઝોન-1માં સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે પોલીસ છેલ્લા છ-આઠ અઠવાડિયાથી એમસીડીની ચૂંટણી પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા સ્તરના વરિષ્ઠ અધિકારીઓને રાત્રે તેમની ઓફિસમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પાઠકે જણાવ્યું હતું કે, “અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ચૂંટણી આયોજિત કરવામાં સામેલ ચૂંટણી પંચ અને એજન્સીઓ વચ્ચે સંકલન માટે ખૂબ જ સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. જો શાંતિ ભંગ કરવાની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી MCD ચૂંટણી માટે 40,000 પોલીસ કર્મચારીઓ તૈનાત

દિલ્હીના સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું છે કે દિલ્હીમાં 4 તારીખે MCD ચૂંટણી યોજાશે, જેના માટે પોલીસે દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રના 7 જિલ્લામાં સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તમામ બૂથનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તમામ પરિસરમાં પોલીસ તૈનાત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget