શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી માટે લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ
આઝમ ખાન મામલામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તે તમામ પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને આ અંગે કોઇ નિર્ણય કરશે
નવી દિલ્હીઃ આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી માટે લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે. આઝમ ખાન વિરુદ્ધ એક્શન લેવા માટે સ્પીકરને અધિકાર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને સભાપતિની ખુરશી પર બેસેલા રમાદેવી પર અંગત અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને કારણે સંસદમાં હોબાળો મચી ગયોહતો. આઝમ ખાન મામલામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તે તમામ પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને આ અંગે કોઇ નિર્ણય કરશે.
લોકસભામાં ભાજપના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, આ પ્રકારના નિવેદન માટે આઝમ ખાને માફી માંગવી જોઇએ. આ એવી જગ્યા નથી જ્યાં કોઇ મહિલાની આંખમાં આંખ નાખે. ઇરાનીના મતે આઝમખાન રાજીનામાનું નાટક કરી રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મારા સાત વર્ષના સંસદીય કાર્યકાળમાં કોઇ પુરુષે આ પ્રકારની હિંમત કરી નથી, આ સંસદની મહિલા સાથે જોડાયેલો નથી પરંતુ આખા સમાજ સાથે જોડાયેલો છે. મહિલા કોઇ પણ પક્ષની હોય. ઘટના આ સંસદની વિશેષાધિકારનોછે. કોઇને પણ મહિલાના અપમાનનો હક નથી. ભાજપના સાંસદ રમા દેવીએ આઝમ ખાન દ્ધારા કરવામાં આવેલી ટિપ્પણીને પર નારાજગી વ્યક્તકરી હતી. તેમણે કહ્યું કે, આઝમ ખાને ક્યારેય મહિલાની ઇજ્જત કરી નથી. અમે તમામ જાણીએ છીએ કે તેમણે જયા પ્રદાને લઇને કેવી ટિપ્પણી કરી હતી. તેમને લોકસભામાં રહેવાનો કોઇ અધિકાર નથી. હું સ્પીકરને આઝમ ખાનને સસ્પેન્ડ કરવાની માંગણી કરીશ. આઝમ ખાને પોતાના નિવેદનને લઇને માફી માંગવી જોઇએ.Lok Sabha Speaker Om Birla on Azam Khan: I will call a meeting of leaders of all parties and then take a decision on this issue pic.twitter.com/Uel4VSaWck
— ANI (@ANI) July 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion