શોધખોળ કરો

અગ્નિવીરો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, BSF બાદ હવે CISFની ભરતીમાં મળશે 10% અનામત

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે.

Delhi News: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક અઠવાડિયા પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું.

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે. આ માટે 1968ના CISF એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે આરક્ષિત રહેશે.

વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે અગ્નિવીરોની અનુગામી બેચને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશન મુજબ, ભૂતપૂર્વ અગ્નિવીરોએ કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે તેમને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ મળશે. જણાવી દઈએ કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી.

શું છે અગ્નિવીર યોજના

14 જૂને કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સેનામાં ભરતી કરવામાં આવશે. જો કે, આ યોજના બાદથી સેનામાં જોડાવાનું સપનું જોતા યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓએ દેશમાં અલગ-અલગ જગ્યાએ પ્રદર્શનો કર્યા છે. આટલું જ નહીં, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશના કેટલાક રાજ્યોમાં ટ્રેનોને આગ લગાવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.

અગ્નિવીર યોજના અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેનામાં લગભગ 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. પસંદગી માટે લાયકાતની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે અને તેમને અગ્નિવીર તરીકે નામ આપવામાં આવશે.

આ નવી સ્કીમથી એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ નિર્ણય પણ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા 2-3 વર્ષથી કોરોનાને કારણે નવી ભરતી કરવામાં આવી રહી ન હતી. આના જવાબમાં ઈસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ (L-G) KK Repswal એ ABP સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, 'ના, એવું કંઈ નથી, જોકે આપણે જાણીએ છીએ કે છેલ્લા દોઢથી વર્ષોથી કોરોનાને કારણે કોઈ ભરતી નથી. પરંતુ આ નવી યોજના પાછળનું કારણ આ નથી. આ એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને ત્યારપછી સેનામાં જે પણ ભરતી થશે તે અગ્નિવીર દ્વારા જ કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Embed widget