શોધખોળ કરો
Advertisement
નમાજ માટે લાઉડસ્પીકરની શું જરૂર, પઢવું હોય તો ઘરમાં પઢો: રાજ ઠાકરે
નવી દિલ્હી: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ નમાજ માટે લાઉડસ્પીકરના ઉપયોગને લઈને સવાલ ઉઠાવ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે નમાજ પઢવા માટે લાઉટસ્પીકરની શું જરૂર છે, સાથે તેમણે કહ્યું કે નમાજ ઘરમાં પઢો રસ્તો કેમ બંધ કરો છો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગાયક સોનૂ નિગમે જ્યારે અઝાનને લઈને ટ્વિટ કર્યું હતું ત્યારે તેના પર ખૂબજ વિવાદ થયો હતો.
રાજ ઠાકરેએ કહ્યું, હું આજે મહારાષ્ટ્ર અને દેશના તમામ મુસલમાનોને કહું છું કે તમને સવારની અઝાન આપવા માટે તમને લાઉડસ્પીકર શું જરૂર? કોને બતાવા માંગો છો? નમાજ પઢવી હોય તો ઘરમાં પઢો રસ્તો કેમ બંધ કરો છો? તમામ લોકો પોત-પોતાની જવાબદારી સમજે, જેનાથી દેશ કે રાજ્યમાં કોઈ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતિ નહીં પેદા થાય.
રાજ ઠાકરેએ મરાઠા આંદોલનનું સમર્થન કરતા કહ્યું કે, આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર છે. તેમણે કહ્યું સરકાર જો શાસન નથી કરી શકતી તો તેમણે સરકારમાંથી હટી જવું જોઈએ, જનતાની લાગણીઓ સાથે ખિલવાડ નહીં કરવો જોઈએ. અનામત મુદ્દે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
જણાવી દઈએ કે, ગાયક સોનૂ નિગમે ગત વર્ષે ટ્વિટ કર્યું હતું કે, મને અઝાનના અવાજના કારણે સવારે જાગવું પડે છે. જબરજસ્તી ધાર્મિક ભાવના થોપવાનું ક્યારે બંધ થશે? જેના બાદ ભારે વિવાદ વકર્યો હતો. અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement