InFinity Forum:PM મોદીએ કહ્યુ- દેશમાં ડિઝિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા, લોકોનું જીવન બની રહ્યું છે સરળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે ઇન્ફિનિટી ફોરમનું ઉદ્દાટન કર્યું છે.
InFinity Forum: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે ઇન્ફિનિટી ફોરમનું ઉદ્દાટન કર્યું છે. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મુદ્રાના ઇતિહાસમાં જબરદસ્ત વિકાસ દેખાય છે. જેમ જેમ મનુષ્યએ વિકાસ કર્યો તેમ તેમ આપણા લેવડદેવડની રીતમાં પરિવર્તન આવ્યો છે. વસ્તુ વિનિમય પ્રણાલીઓથી ધાતુઓ સુધી સિક્કાથી લઇને નોટ સુધી, ચેકથી લઇને કાર્ડ સુધી આજે આપણે અહી પહોંચી ગયા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા વર્ષે ભારતમાં મોબાઇલની પેમેન્ટે પ્રથમવાર એટીએમ રોકડ વિન્ડ્રોલને પાર કરી દીધું છે. કોઇ પણ પ્રકારની બ્રાન્ચ વિના પુરી રીતે ડિઝિટલ બેન્ક આજ એક વાસ્તવિકતા છે અને એક દાયકાથી ઓછા સમયમાં આ એક સામાન્ય વાત થઇ ગઇ છે. આપણે આપણા અનુભવો અને નિષ્ણાંતોને દુનિયા સાથે શેર કરવા અને તેમની પાસેથી શીખવામાં વિશ્વાસ કરીએ છીએ. આપણા ડિઝિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યૂસન્સ દુનિયાભરમાં નાગરિકોનું જીવન સારુ બનાવી શકે છે.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે ફિનટેક પહેલને ફિનટેક ક્રાંતિમાં બદલવાનો સમય આવી ગયો છે. એક ક્રાંતિ જે દેશના તમામ નાગરિકને આર્થિક સશક્તિકરણ આપે છે.
ઇનફિનિટિ ફોરમ, ફિન ટેક પર એક વિચારશીલ નેતૃત્વકારી મંચ છે. આ કાર્યકામનું આયોજન ભારત સરકારના તત્વાવધાનમાં આઇએફએસસીએ દ્ધારા કરવામાં આવી રહ્યું છે. આયોજનમાં ગિફ્ટ સિટી અને બ્લૂમબર્ગ સહયોગ કરી રહ્યા છે. કાર્યક્રમ આજે અને ચાર ડિસેમ્બરના રોજ યોજાશે. ફોરમના પ્રથમ આયોજનમાં ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા અને યુકે ભાગીદાર દેશ છે.