(Source: ECI/ABP News/ABP Majha)
Modi Cabinet : મોદી મંત્રીમંડળમાં ગુજરાતના બે મંત્રીને પ્રમોશન મળશે, ક્યા ત્રણ નવા સાંસદને પણ મંત્રી બનાવાશે ?
ગુજરાતમાંથી ખેડાના લોકસભાના સભ્ય દેવુસિંહ ચૌહાણ, સુરતનાં લોકસભાનાં સભ્ય દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરથી લોકસભાના સભ્ય ડો. મહેન્દ્ર મુંજપરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાશે
નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારનું આજે બુઘવારે સાંજે વિસ્તરણ અને પુનરર્ચના થવાની છે. આ વિસ્તરણ અને પુનર્રચનામાં ગુજરાતને બહુ મોટો ફાયદો થશે. ગુજરાતમાંથી હાલમાં અમિત શાહ, મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા એ ત્રણ મંત્રી છે. આ પૈકી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા રાજ્ય કક્ષાના મંત્રી છે. મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા બંનેને પ્રમોશન આપીને કેબિનેટ રેન્કના મંત્રી બનાવાશે.
આ ઉપરાંત ગુજરાતમાંથી ખેડાના લોકસભાના સભ્ય દેવુસિંહ ચૌહાણ, સુરતનાં લોકસભાનાં સભ્ય દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરથી લોકસભાના સભ્ય ડો. મહેન્દ્ર મુંજપરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાશે.
નવી દિલ્લીઃ મોદી મંત્રીમંડળના વિસ્તરણની મોટી વાતો કરીએ તો આ વિસ્તરણથી મોદી મંત્રીમંડળમાં 12 અનુસૂચિત જાતિના મંત્રીઓ હશે, જેમાંથી 8 કેબિનેટ મંત્રી હશે અને જેઓ દેશના 8 રાજ્યોમાંથી હશે. જેમાં લગભગ તમામ અનુસૂચિત જાતિઓનું પ્રતિનિધિત્વ છે. આ ઉપરાંત 8 અનસૂચિતન જનજાતિના મંત્રી હશે, જેમાંથી 3 કેબિટનેટ મંત્રી હશે.
પછાત વર્ગના 27 મંત્રી મોદી મંત્રીમંડળમાં હશે, જેમાંથી 5 કેબિનેટ મંત્રી હશે. 5 લઘુમતીમાંથી મંત્રી હશે, જેમાંથી એક મુસ્લિમ, એક શિખ, એક બૌદ્ધ, 1 ઇસાઇ અને 1 જૈન હશે. 29 અલગ અલગ જાતિને મોદી મંત્રીમંડળમાં સ્થાન અપાશે. 11 મહિલાઓ પણ મંત્રી મંડળમાં હશે, જેમાંથી 2 કેબિનેટ છે, જ્યારે 9 મહિલા રાજ્ય મંત્રી હશે. મંત્રી મંડળની શરેરાશ ઉંમર 58 વર્ષ છે, જેમાંથી 14 મંત્રી 50 વર્ષથી ઓછી ઉંમરના હશે, જેમાંથી 6 કેબિનેટ મંત્રી છે.
46 મંત્રી એવા છે, જેમણે પહેલા પણ મંત્રી રહેવાનો અનુભવ છે. જેમાંથી 23 મંત્રી પહેલા ત્રણ વાર મંત્રી રહી ચૂક્યા છે. 4 પૂર્વ મુખ્યમંત્રી છે. 18 એવા મંત્રી છે, જેઓ રાજ્યોમાં મંત્રી પદ પર રહી ચૂક્યા છએ. 35 પૂર્વ ધારાસભ્ય છે. 13 મંત્રી વ્યવસાયે વકીલ, 6 મંત્રી વ્યવસાયે ડોક્ટર, 5 મંત્રી વ્યવસાયે એન્જિનિયર અને 5 મંત્રી બ્યૂરોક્રેટ રહી ચૂક્યા છે.
મોદી મંત્રીમંડળમાં દેશના અલગ અલગ 25 રાજ્યોને પ્રતિનિધત્વ અપાયું છે. મોદી મંત્રી મંડળમાં ઉત્તર પ્રદેશના પશ્ચિમ ક્ષેત્ર, હરિત પ્રદેશ, બ્રજ ક્ષેત્ર, બુંદેલ ખંડ, અવધ, પૂર્વાંચલને પ્રતિનિધિત્વ અપાયું છે. મહારાષ્ટ્રના કોંકણ, ખાનદેશ, મરાઠ વાડા, વિદર્ભને પ્રતિનિધિત્વ અપાયું છે.
કર્ણાટકમાં મસૂર કર્ણાટક ક્ષેત્ર, બોમ્બ કર્ણાટક, કોસ્ટ કર્ણાટકને પણ પ્રતિનિધિત્વ અપાયું છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ અપાયું છે. પશ્ચિમ બંગાળમાં જલ પાઈગુડી, મેદિનીપુર, પ્રેસેડેંસી વિસ્તારને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે, જ્યારે પાંચ મંત્રી પુર્વોત્તર રાજ્યોમાંથી છે.
મોદી સરકારે આ ફેરફારથી મંત્રી પરિષદમાં મિની ઇન્ડિયાના દર્શન તો થઈ જ રહ્યા છે. ઉસકે સાથ સાથ જે સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે અનુસૂચિત, પછાત, શોષિત, પીડિત વર્ગની સરકારનો છે.