શોધખોળ કરો

મોદી સરકાર 2નું એક વર્ષઃ ત્રણ તલાક બિલથી લઈ આત્મનિર્ભર ભારત સુધી, મોટા ફેંસલા પર એક નજર

9 નવેમ્બર 2019ના રોડ સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો.

તારીખઃ 30 મે, 2019, સમયઃ સાંજે 7 વાગે, સ્થાનઃ રાષ્ટ્રપતિ ભવન - જ્યારે નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 353 સીટો સાથે બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકારે પ્રથમ 100 દિવસમાં જ અભૂતપૂર્વ ફેંસલા લીધા હતા. હવે મોદી 2.0ના 365 દિવસ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન મોદી સરકારે અનેક મોટા ફેંસલા લીધા છે. પ્રથમ 30 દિવસમાં મોદી સરકારનો પ્રથમ મોટો ફેંસલો મુસ્લિમ મહિલાઓનો ન્યાય અપાવતું ત્રણ તલાક બિલ પાસ કરાવવાનું કામ મોદી 1.0 સરકારમાં અધૂરું હતું. ત્યારે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું પણ રાજ્યસભામાં અટકી ગયું હતું. બીજી વખત સત્તામાં આવતાં જ મોદી સરકારે સૌથી પહેલા અધૂરા સપનાને પૂરું કર્યું. મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાં આઝાદી અપાવવાનો પોતાનો વાયદો પૂરો કર્યો. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક-2019ને પહેલા લોકસભામાં પાસ કરાવ્યું. 30 જુલાઈએ રાજ્યસભામાં પાસ થઈ ગયું. એક ઓગસ્ટથી ત્રણ તલાક આપવા કાનૂની રીતે ગુનો બની ગયો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી જે બાદ 5 ઓગસ્ટના રોજ મોદી 2.0 સરકારે અચાનક વધુ એક મોટો ફેંસલો લીધો. ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની વિશેષ જોગવાઈ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. જે બાદ રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા. રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો 9 નવેમ્બર 2019ના રોડ સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો. કોર્ટે અયોધ્યાની 2.77 એકરજની વિવાદિત જમીન રામ મંદિર નિર્માણ માટે આપી. આ ફેંસલો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નેૃત્વવાળી પાંચ સભ્યોની બેંચે સંભળાવ્યો હતો. કોર્ટનો આ ફેંસલો મોદી 2.0ની ઉપલબ્ધિ તરીકે જોઈ શકાય છે. કારણકે વર્ષોથી બીજેપી રામ મંદિર બનાવવાના પક્ષમાં ઉવાજ ઉઠાવતી આવી રહી છે. ઉપરાંત બીજેપીના ઘોષણાપત્રમાં પણ રામ મંદિરનો ઉલ્લેખ હતો. નાગરિકતા સંશોધન કાનૂન લાગુ મોદી સરકારે તમામ વિરોધની અવગણના કરીને દેશમાં નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કર્યો. 9 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન કાનૂન લોકસભામાં પાસ થયું. 11 ડિસેમ્બરે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. બંને ગૃહોમાં તેના પર કલાકો સુધી ચર્ચા ચાલી પરંતુ આખરે બિલ પાસ થઈ ગયું. 10 સરકારી બેંકોનો વિલય આર્થિક સુધારાની દિશામાં મોદી 2.0 સરકારે દેશની દસ સરકારી બેંકોનું વિલય કરીને ચાર મોટી બેંક બનાવી દીધી. પીએનબી, કેનરા બેંક, યૂનિયન બેંક અને ઈન્ડિયન બેંકમાં છ અન્ય બેંકોનો વિલય કરવામાં આવ્યો. ઓરિયંટ અને યૂનાઇટેડ બેંકને પંજાબ નેશનલ બેંકમાં વિલય કરવામાં આવી. સિંડીકેટ બેંકનું કેનરા બેંક અને ઈલાહાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં વિલય થયું. આંધ્ર અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિલય થયું. ઉપરાંત નાણા મંત્રીએ 55,250 કરોડના રાહત પેકેજની પણ જાહેરાત કરી. આત્મનિર્ભર ભારત કોરોના મહામારીને કારણે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનથી અર્થતંત્રને ઉગારવા માટે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો અને લોકોની મદદ માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. જે ભારતના જીડીપીના આશરે 10 ટકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget