શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી અગાઉ ભાજપે આપ્યા પૂર્ણ બજેટના સંકેત, કોગ્રેસે આપી ચેતવણી
નવી દિલ્હીઃ તાજેતરમાં અનેક રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરી ચૂકેલી ભાજપ સરકાર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોને રિઝવવા માટે એક ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટના બદલે પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. બીજેપીના નેતાઓ તરફથી આ પ્રકારના સંકેત મળી રહ્યા છે. જ્યારે કોગ્રેસે છેલ્લા દિવસોમાં ભાજપને ચેતવણી આપી હતી કે તે સંસદીય પરંપરાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ ના કરે. ભાજપના નેતાઓનું માનવું છે કે વોટ ઓન એકાઉન્ટ કોઇ પૂર્ણ બજેટ જેવું જ હોય છે અને સરકારને ખેડૂતો, ગ્રામીણ ક્ષેત્ર અને મધ્યમ વર્ગ માટે મદદથી જાહેરાત માટે પાછળ હટવું જોઇએ નહીં.
પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી અગાઉ રજૂ થનારા બજેટ માટે વોટ ઓક એકાઉન્ટ શબ્દ યોગ્ય નથી અને તેમાં તમામ પ્રકારની જાહેરાતો કરવી જોઇએ જે પૂર્ણ બજેટમાં કરવામાં આવે છે. ટેક્સમાં કોઇ પ્રકારની છૂટની જાહેરાત મુશ્કેલ હશે પરંતુ સામાન્ય ચૂંટણીમાં જે મતદારો પર ભાજપની નજર છે તેવા મતદારો માટે રાહતની જાહેરાતો કરવી જોઇએ. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, કોઇ પણ બજેટનો અર્થ પૂર્ણ બજેટ હોય છે. એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટ એક નિયમિત બજેટની જેમ હોવાની સંભાવના છે. ભાજપ દલિતો, ઓબીસી અને આદિવાસીઓને આકર્ષી વ્યાપારીઓ અને ઉંચી જાતિના પોતાના મૂળ મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપના સંકેત બાદ કોગ્રેસે સરકારને વોટ ઓન એકાઉન્ટની પરંપરાનું પાલન કરવાની ચેતવણી આપી હતી. ભાજપના નેતાઓનું માનવું છે કે કોગ્રેસની સરકાર અગાઉ પણ આ પરંપરાનું ઉલ્લંઘન કરી ચૂકી છે. એટલા માટે તેને ભાજપને આ પ્રકારનું શિક્ષણ આપવાનો કોઇ અધિકાર નથી. ભાજપને કથિત રીતે ખેડૂતો માટે રાહતની જાહેરાતની ભલામણ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement