શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરાવેઃ શિવસેના
મુંબઇઃ મુંબઇમાં ભારતીય જનતા પાર્ટીના સહયોગી પાર્ટી શિવસેનાએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સાહસ બતાવવું જોઇએ અને અયોધ્યામાં વિવાદીત સ્થળ પર મંદિર નિર્માણ શરૂ કરવું જોઇએ. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખ મારફતે લખ્યું કે જો મુસલમાન અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની મંજૂરી આપે છે તો આ વોટ બેન્કની રાજનીતિ ખત્મ કરી દેવી જોઇએ. નોંધનીય છે કે અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સામનાના કાર્યકારી સંપાદક રાઉતે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરવાથી રમખાણો શરૂ થઇ જશે તે આશંકા પાણાવિહોણી છે. નરેન્દ્ર મોદી સરકારે હિંમત બતાવવી જોઇએ અને એક અધ્યાદેશ લાવીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવું જોઇએ.
રાઉતે દલીલ કરી હતી કે ઇરાન અને પાકિસ્તાન જેવા દેશોમાં મસ્જિદો તોડી પાડવાની ઘટનાઓ બની છે. આ સચ્ચાઇને મુસ્લિમોએ સ્વીકારવી જોઇએ. જે દિવસે આ થઇ જશે તે વોટ બેન્કની રાજનીતિને ઝટકા સમાન હશે. રાઉતે આરોપ લગાવ્યો હતો કે ભગવા પાર્ટી લોકસભાની ચૂંટણી જીતવા માટે અયોધ્યા કાર્ડ રમી શકે છે. રાઉતે કહ્યું કે, બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. મોદી સરકાર નિષ્ફળ રહી છે પરંતુ હિન્દુ કાર્ડ રમીને ચૂંટણી જીતી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement