(Source: ECI/ABP News/ABP Majha)
Monkeypox Cases India: દેશના આ મોટા રાજ્યમાં નોંધાયો મંકીપોક્સનો પ્રથમ કેસ, જાણો વિગત
Monkeypox: ભારતમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે કુલ કેસની સંખ્યા ચાર થઈ છે. કેરળ બાદ રાજધાની દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો છે.
Monkeypox Cases India: ભારતમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે કુલ કેસની સંખ્યા ચાર થઈ છે. કેરળ બાદ રાજધાની દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વિટ મુજબ, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજ્યમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીને મૌલાના આઝાદ મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેને તાવ અને ચામડી પર ચકામા પડી જવાના કારણે દાખલ કરવામાં આવ્યો હતો.
First Monkeypox case reported in Delhi, admitted to Maulana Azad Medical College, confirms Health Ministry. The patient is a 31-year-old man with no travel history who was admitted to the hospital with fever and skin lesions.
— ANI (@ANI) July 24, 2022
80 દેશોમાં 17 હજારથી વધુ કેસ
મંકીપોક્સ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ભારત સહિત વિશ્વના 80 દેશોમાં ફેલાયો છે. 17 હજારથી વધુ લોકોના મોત થયા છે અને પાંચ લોકોના મોત પણ થયા છે. Monkeypoxmeter.com પર ઉપલબ્ધ આંકડા મુજબ દુનિયાના 80 દેશોમાં અત્યાર સુધી 17,092 કેસ સામે આવ્યા છે અને પાંચ લોકોના મોત થયા છે. જેમાં ભારતના ચાર કેસનો સમાવેશ થાય છે.
WHO એ જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી
ડબલ્યુએચઓ દ્વારા મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાનું સૌથી મોટું કારણ એ છે કે હવે આ રોગના ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને મંકીપોક્સ સામે લડવાની જરૂર છે. જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી, પુષ્ટિ થયેલ ચેપની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે. ગે લોકોમાં હાલ સંક્રમણનો સૌથી વધુ ખતરો છે, આ વર્ષે આફ્રિકામાં આ વાયરસથી પાંચ લોકોના મોત થયા છે. આફ્રિકાની બહાર મંકીપોક્સથી હજી સુધી કોઈ મૃત્યુ થયું નથી. ખાસ કરીને ગે અને બાયસેક્સ્યુઅલ આ રોગનો વધુ ભોગ બને છે. તેના લક્ષણો ઘણીવાર જનનાંગો અને ગુદા પર ફોલ્લીઓ તરીકે ઉભરી આવે છે. તેથી જ ડોકટરો તેને હર્પીસ અથવા સિફિલિસ હોવાનું નિદાન કરે છે.
આ રોગ કેટલો ખતરનાક છે?
જો આ બીમારીના ખતરાની વાત કરીએ તો આ વાયરસ કોરોના વાયરસથી ઓછો ખતરનાક છે. તેના કેસોમાં મૃત્યુદર પણ ઓછો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાના માત્ર 5 દેશોના મોત થયા છે. આ રોગમાં મનુષ્યથી મનુષ્યમાં ચેપ લાગી શકે છે. તેનું રક્ષણ કરવું સૌથી જરૂરી છે. કોરોનાની જેમ તેમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરી છે. તેના પરીક્ષણ માટે ત્વચામાંથી સેમ્પલ લેવામાં આવે છે. સ્કિન ટેસ્ટ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ ટેસ્ટ બાદ જ ખબર પડે છે કે સંક્રમિત વ્યક્તિને મંકીપોક્સ વાયરસ છે કે અન્ય કોઈ બીમારી છે.