શોધખોળ કરો
Advertisement
Monkeypox Virus: મંકીપોક્સના વધતા મામલાને લઈ આ રાજ્યો વધારી કડકાઈ, જાણો 10 મોટી વાતો
Mokenypox Virus Update: વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના નોંધાયેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એનસીડીસી અને આઈસીએમઆરને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.
Monkeypox Virus: મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. તમિલનાડુએ શકમંદોને ક્વોરેન્ટાઇન કરવાની સૂચના જારી કરી છે, તો મુંબઈમાં બીએમસીએ પણ ક્વોરેન્ટાઇન સેન્ટર્સ ઊભા કર્યા છે. આ ઉપરાંત રાજસ્થાને પણ કહ્યું છે કે, શકમંદોના સેમ્પલની તપાસ થવી જોઈએ. વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના નોંધાયેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એનસીડીસી અને આઈસીએમઆરને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. 12 દેશોમાં મંકીપોક્સના 100થી વધુ કેસ સામે આવ્યા છે.
10 મોટી વાતો
- તમિલનાડુ સરકારે ગઈકાલે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને કોર્પોરેશન કમિશનરોને આ દુર્લભ બીમારીના શંકાસ્પદ મામલ પર નજર રાખી શકાય અને દર્દીની ઓળખ કરીને સ્વાસ્થ્ય કેંદ્રોમાં ક્વોરન્ટાઈન સેન્ટર્સમાં રાખવાનો નિર્દેશ આપ્ય છે.
- તામિલનાડુના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો.જે.રાધાકૃષ્ણને અધિકારીઓને જણાવ્યું હતું કે, જે લોકોએ છેલ્લા 21 દિવસમાં દેશમાં પ્રવાસ કર્યો છે, જ્યાં તાજેતરમાં કેસોની પુષ્ટિ થઈ છે અથવા શંકાસ્પદ કેસ નોંધાયા છે તેવા લોકોમાં રોગના કોઈપણ લક્ષણો પર નજર રાખવામાં આવે.
- શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થાના ભાગરૂપે મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં 28 બેડનો વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં હજી સુધી મંકીપોક્સ કે કન્ફર્મ કેસનો કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.
- રાજસ્થાનમાં પણ એવા પ્રવાસીઓ પર નજર રાખવાનું કહ્યું છે, જેમણે તે દેશમાં પ્રવાસ કર્યો છે, જ્યાં તેના કેસોની પુષ્ટિ થઈ છે અથવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. અધિકારીઓને ક્વોરેન્ટાઇન સેન્ટર તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
- ડબ્લ્યુએચઓના મુખ્ય સલાહકારે વિકસિત દેશોમાં મંકીપોક્સ ફાટી નીકળવાની ઘટનાને "અણધારી ઘટના" તરીકે વર્ણવી છે. તેમણે કહ્યું કે તે કદાચ યુરોપમાં તાજેતરની બે રેવ પાર્ટીઓમાં જોખમી જાતીય વર્તનને કારણે છે.
- ડબ્લ્યુએચઓના ઇમરજન્સી વિભાગના વડા ડો.ડેવિડ હેમેને જણાવ્યું હતું કે સૌથી મજબૂત થિયરી એ છે કે સ્પેન અને બેલ્જિયમમાં યોજાયેલી બે રેવ પાર્ટીઓમાં સમલૈંગિકો અને અન્ય લોકો વચ્ચેના શારીરિક સંબંધોને કારણે આ રોગ ફેલાયો છે. મંકીપોક્સ પૂર્વમાં આફ્રિકાની બહાર ફેલાયો ન હતો.
- બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંકીપોક્સ પર એડવાઇઝરી જાહેર કરતા કહ્યું કે, જે વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યો હોય અથવા તો સંક્રમિત વ્યક્તિ સાથે ઘરમાં સાથે રહ્યો હોય, જેના કારણે તેને વાયરસનો ચેપ લાગવાનો ખતરો છે, તેને 21 દિવસ માટે આઇસોલેટ કરવાની સલાહ આપવામાં આવે છે.
- મંકીપોક્સ એક ઓર્થોપોક્સવાયરસ છે, જે શીતળાને લગતો વાયરસ છે. શીતળા માત્ર મનુષ્યને જ ચેપ લગાડે છે, પરંતુ મંકીપોક્સ એક પ્રાણીજન્ય વાયરસ છે જે વાંદરા અથવા અન્ય પ્રાણી દ્વારા કરડવામાં આવે ત્યારે પણ મનુષ્યને ચેપ લગાવી શકે છે.
- સામાન્ય રીતે તે મનુષ્યમાં સરળતાથી ફેલાતો નથી અને નજીકના સંપર્કના કિસ્સાઓમાં જ ફેલાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લગભગ ત્રણ ટકા લોકોને ચેપ લાગશે.
- મંકીપોક્સના ચેપના સંપર્કમાં આવ્યાના એક કે બે અઠવાડિયા પછી, ચેપ તાવ, માથાનો દુખાવો, કોષોના નાના અથવા ગોળાકાર જૂથમાં સોજો અને હાડકાંમાં દુખાવાના લક્ષણો સાથે ફેલાય છે. તેનાથી સામાન્ય રીતે તાવ આવ્યાના એકથી ત્રણ દિવસની અંદર ત્વચા પર ખાસ કરીને ચહેરા, હાથ અને પગ પર ફોલ્લીઓ થઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion