શોધખોળ કરો

Mood Of The Nation : તો શું સાચે જ તુટી રહ્યો છે મોદી-શાહ મેજીક? ભાજપ માટે ચિંતાજનક સર્વે

તાજેતરમાં લોકસભા ચૂંટણીને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી માટે ચિંતાજનક છે.

Lok Sabha Election 2024 : વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીનું કાઉડાઉન અત્યારથી જ શરૂ થઈ ગયું છે. રાજકીય પક્ષોએ સોગઠાબાજી ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને તાજેતરમાં લોકસભા ચૂંટણીને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી માટે ચિંતાજનક છે. સર્વેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો સૌથી મોટો ચમત્કા નબળો પડી રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે.

સર્વે સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં ભાજપનું ટેન્શન વધારતા મુદ્દાઓને સમજતા પહેલા તેના મુખ્ય તારણો જાણી લઈએ. સર્વે અનુસાર 52 ટકા વોટ સાથે પીએમ મોદી આગામી લોકસભા ચૂંટણી માટે પહેલી પસંદ છે. ત્યાર બાદ અમિત શાહ 26 ટકા સાથે બીજા નંબર પર છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ (25 ટકા) અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (16 ટકા) છે.

દેશભરમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગામી પીએમ તરીકે 14 ટકા લોકોએ પસંદ કર્યા છે.

ભાજપને 284 બેઠકો

સર્વેમાં બીજેપીને 284 સીટો જ્યારે સાથી પક્ષોને 14 સીટો આપવામાં આવી છે. આ રીતે NDAની સીટો 298 પર પહોંચી ગઈ છે. NDAનો વોટ શેર 43 ટકા છે, જે ઓગસ્ટ 2022માં છ મહિના પહેલા કરવામાં આવેલા સર્વેના 41 કરતા 2 ટકા વધુ છે.

સીટોના ​​આંકડાઓ પર નજર કરીએ તો એનડીએને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. 2019માં એનડીએએ ભાજપના નેતૃત્વમાં 353 બેઠકો જીતી હતી. એનડીએની બેઠકોમાં ઘટાડો ભાજપ માટે ચિંતાજનક બાબત બની રહે તેવી શક્યતા છે. ઉપરાંત, કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએની બેઠકો ગત ચૂંટણીમાં 91ના બે આંકડાના આંકડાથી વધીને ત્રણ અંક થતી દર્શાવાઈ છે. યુપીએને 153 બેઠકો મળવાનું અનુમાન છે. યુપીએને 30 ટકા વોટ મળતા દર્શાવવામાં આવ્યો છે.

હાર્ડકોર મતદારો ચિંતાનું કારણ 

આ એવા આંકડા છે જે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપની ચિંતા વધારી શકે છે, પરંતુ સૌથી મોટી ચિંતા તેના સૌથી મોટા જાદુના તૂટવાની રહેશે.

સર્વેમાં કલમ 370 અને રામ મંદિર જેવા મુદ્દાઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ બે મુદ્દાઓ પર અનુક્રમે 14 અને 12 ટકા લોકોએ મોદી સરકારને સમર્થન આપ્યું હતું. એટલે કે પીએમ મોદીને પસંદ કરનારા 52 ટકા લોકોનું હિંદુત્વના મુદ્દે એટલું જ સમર્થન છે. ભાજપ માટે આ સૌથી મોટી ચિંતાજનક વાત છે.

જો મૂડ બદલાશે તો બગડી શકે છે આખો ખેલ

આંકડાઓ પર નજર કરીએ તો ભાજપનો હાર્ડકોર મતદાર અને રાહુલ ગાંધીને પસંદ કરતા મતદાર લગભગ સમાન છે. રાહુલ ગાંધીને પણ 14 ટકા લોકોએ પસંદ કર્યા છે. તેનો સીધો અર્થ એ છે કે, વિચારધારાથી આગળ વધી બીજેપી પાસે મોટી સંખ્યામાં મતદારો છે જેઓ બીજી તરફ જઈ શકે છે.

આ વર્ગે પીએમ મોદીને બે વાર વોટ આપ્યો છે. આ વખતે પણ તેઓ ગુસ્સે નથી પરંતુ તેમને બે વખત સત્તામાં જોયા બાદ તેઓ ત્રીજી વખત પરિવર્તનના મૂડમાં હોઈ શકે છે એવી શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે અહીં દાવ હવે વિપક્ષી ખેમામાં છે. જો તે આ મતદાતા પર જીત મેળવવામાં સફળ થાય તો 2024માં ભાજપ માટે મુશ્કેલ બનશે. લોકસભાની ચૂંટણીને લગભગ 400 દિવસ બાકી છે. આ દરમિયાન, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો હાર્ડકોર મતદારો સિવાય આ મોટી સંખ્યામાં મતદારોને જીતવાનો પ્રયાસ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget