શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મૂડીઝે 2019 માટે દેશની GDP ગ્રોથમાં કર્યો ઘટાડો, 5.6 ટકા રહેવાનું અનુમાન
રિઝર્વ બેન્કે પણ આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.1 ટકા ઘટાડીને ગત અઠવાડિયામાં 5 ટકા કરી દીધી છે.
નવી દિલ્હી: મૂડીઝ ઈવેસ્ટર્સ સર્વિસે ભારતના આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડી દીધું છે. મૂડીઝે વર્ષ 2019 માટે જીડીપી રેટ ઘટાડીને 5.6 ટકા કરી દીધો છે. શુક્રવારે એક રિપોર્ટમાં કહ્યું કે રોજગારીના ધીમાં વૃદ્ધિ દરની વપરાશ પર અસર પડી રહી છે. મૂડીએ કહ્યું વૃદ્ધિ દરમાં તેના બાદ સુધારો આવશે અને 2020 અને 2021માં ક્રમશ: 6.6 ટકા અને 6.7 ટકા રહેવાની શક્યતા છે. જો કે વૃદ્ધિ દરમાં સુધારા બાદ પણ પહેલાની તુલનામાં ઓછી રહેશે.
મૂડીઝે કહ્યું, “ભારતના આર્થિક વૃદ્ધિ દરની ગતિ વર્ષ 2018ના મધ્યભાગથી ધીમી પડી છે અને વાસ્તવિક જીડીપી વૃદ્ધિ લગભગ આઠ ટકાથી ઘટીને 2019ની બીજા ત્રિમાસિકમાં પાંચ ટકા પર આવી ગઈ છે.”
વપરાશ માંગ ધીમી પડી છે અને રોજગારની ધીમી વૃદ્ધિએ વપરાશ પર અસર કરી છે. અમે વૃદ્ધિ દરના 2020 અને 2021માં સુધારીને 6.6 ટકા અને 6.7 ટકા પર પહોંચવાની આશા રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે પણ આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.1 ટકા ઘટાડીને ગત અઠવાડિયામાં 5 ટકા કરી દીધી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય મુદ્રા ફંડે પણ દેશની જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન સાત ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દીધું છે. વિશ્વ બેન્કે આ અનુમાન ઘટાડીને 6 ટકા કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion