શોધખોળ કરો
Advertisement
કેંદ્ર સરકારે 2 કરોડથી વધુ N 95 માસ્ક અને 1 કરોડથી વધુ PPE કિટ રાજ્યોને મફત આપ્યા
1 એપ્રિલ બાદથી કેંદ્રએ 2.02 કરોડથી વધુ એન 95 માસ્ક અને 1.18 કરોડથી વધુ પીપીઈ કિટ રાજ્યો, કેંદ્ર શાસિત પ્રદેશો અને કેંદ્રીય સંસ્થાઓને નિશુલ્ક વિતરણ કર્યું છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણ સામે લડવા કેંદ્ર સરકાર અને રાજ્ય સરકર દરેક પ્રયત્નો કરી રહી છે. કેંદ્ર સરકાર કોરોનાની બિમારી સામે લડવા રાજ્ય સરકારની દરેક મદદ કરી રહી છે જેમાં દવા, પીપીઈ, વેન્ટિલેટર જેવી મેડિકલ સુવિધાઓની સપ્લાઈ પણ સામેલ છે.
COVID-19 સુવિધાઓને વધારવાની સાથે સાથે કેંદ્ર રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશની સરકારોને પોતાના પ્રયાસની મફતમાં ચિકિત્સા આપી રહ્યું છે.
ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા મોટાભાગનાં ઉત્પાદનો દેશમાં શરૂઆતમાં બનાવવામાં આવતા નહોતા અને મહામારીના કારણે વૈશ્વિક માંગ ખૂબ હતી જેના પરિણામે વિદેશી બજારોમાં આ ઉત્પાદનોની ઉપલબ્ધતાનો અભાવ હતો.
જો કે, આરોગ્ય મંત્રાલય, કાપડ મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ્સ મંત્રાલય, ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને અન્ય સ્થાનિક ઉદ્યોગના સંયુક્ત પ્રયત્નોની સાથે આ દરમિયાન જરૂરી તબીબી ઉપકરણો જેવા કે પીપીઈ, એન 95 માસ્ક, વેન્ટિલેટર વગેરેના ઉત્પાદન અને સ્પલાઈ કરવામાં આવી છે.
1 એપ્રિલ બાદથી કેંદ્રએ 2.02 કરોડથી વધુ એન 95 માસ્ક અને 1.18 કરોડથી વધુ પીપીઈ કિટ રાજ્યો, કેંદ્ર શાસિત પ્રદેશો અને કેંદ્રીય સંસ્થાઓને નિશુલ્ક વિતરણ કર્યું છે. આ ઉપરાંત 6.12 કરોડથી વધુ HCQ ટેબ્લેટ્સ પણ આપવામાં આવી છે.
11,300 દેશમાં બનેલા વેન્ટીલેટર્સ આપવામાં આવી ચૂક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યોને 1.02 લાખ ઓક્સિજન સિલિન્ડર સ્પાલાઈ કરી રહ્યું છે.
જ્યારે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જ્યાં સૌથી વધુ કેસ છે જ્યા પણ મેડિકલ ઈક્વિપમેન્ટ અને દવાઓ પહોંચાડવામાં આવી છે. અત્યાર સુધીમાં 7.81 લાખ પીપીઈ કિટ 12.76 લાખ N 95 માસ્ક દિલ્હીને આપવામાં આવ્યા છે. 11.78 લાખ પીપીઈ કિટ અને 20.64 N 95 માસ્ક મહારાષ્ટ્ર અને 5.39 લાખ પીપીઈ કિટ અને 9.81 લાખ N 95 માસ્ક તમિલનાડુને આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement