શોધખોળ કરો

દેશના આ એક જ રાજ્યમાં કોરોનાના 50 ટકાથી વધુ કેસ, 24 કલાકમાં 128નાં મોત

બુધવારે કોરોનાના 22056 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 131 દર્દીના મોત થયા હતા.

કેરળમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 22,000થી નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે કોરોનાના 22064 નવા કેસ સામે આવ્યા અને 128 લોકના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33 લાખ 49 હજાર 365 અને મૃતકોની સંખ્યા વધીને 16,585 થઈ ગઈ ચે. છેલ્લા 24 કલાકમાં 1,63,098 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને પોઝિટિવીટી રેટ 13.53 ટકા નોંધઆયો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,96,792 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેરળમાં હાલમાં 154280 દર્દીની સારવાર ચાલી રહી છે એટલે અને અત્યાર એટલે કે આટલા એક્ટિવ કેસ હજુ પણ રાજ્યમાં છે.

જણાવીએ કે કેરળમાં બુધવારે કોરોનાના 22056 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 131 દર્દીના મોત થયા હતા. જ્યારે રાજ્યમાં સોમવારે 11586 અને મંગળવારે 22129 નવા કેસ આવ્યા હતા.

દેશમાં કેરળ એક એવું રાજ્ય છે જ્યાં હાલમાં સૌથી વધારે નવા કેસ આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યમાં ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થઅય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “કેન્દ્ર સરકાર એનસીડીસી ડાયરેક્ટરની આગેવાનીમાં છ સભ્યોની ટીમ કેરળ મોકલી રહી છે. કેરળમાં કોરોનાના કેસ હજુ પણ વધારે સામે આવી રહ્યા છે જેના કારણે ટીમ કોવિડ મેનેજમેન્ટમાં રાજ્યને મદદ કરશે.”

મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટીમ રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે નજીકથી કામ કરશે, જમીની સ્થિતિનો તાગ મેળવશે.

ડરાવનારી બાબત એ છે કે દેશના કુલ કોરોના કેસમાંથી ૫૦%થી ઉપર કેસો એકલા કેરળમાંથી છે. આરોગ્ય મંત્રાલય એવુ કહે છે કે અહીં કેસો વધવા પાછળના ખાસ કારણોમાં ૬૬% વસ્તી કોરોના સંક્રમણના ઘેરાવામાં આવી ગઈ છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સ્ટ્રેટજી ઉપર ઓછુ ધ્યાન આપવુ અને ઈદના તહેવારો ઉપર છૂટ એ મુખ્ય કારણો છે.

રાજ્યમાં બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget