શોધખોળ કરો
Advertisement
જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા બે નેતાએ મંત્રીપદેથી આપ્યાં રાજીનામાં ? જાણો શું છે કારણ ?
સિંધિયાના સમર્થનમાં 10 માર્ચના રોજ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ચોથીવાર શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
ભોપાલ : મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક બે નેતાઓએ મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું છે. પરિવહન મંત્રી ગોવિંદ સિંહ રાજપૂત અને જળ સંસાધન મંત્રી તુલસી સિવાલટે રાજીનામું આપી દીધું છે. બન્ને ધારાસભ્ય છ મહિનાથી મંત્રી પદ પર હતા. હાલમાં બન્ને ચૂંટણી લડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે. સિંધિયાના સમર્થનમાં 10 માર્ચના રોજ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ચોથીવાર શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શિવરાજે 28 દિવસ બાદ 21 એપ્રિલે મંત્રીમંડળનું ગઠન કર્યું હતું. તેમાં સિંધિયાના સમર્થનમાં તુલસીરામ અને ગોવિંદ સિંહ રાજપૂતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
બન્ને મંત્રીઓના રાજીનામુ આપવાનું શું છે કારણ ?
કોઈ પણ નેતા વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાયા વગર 6 મહીના સુધી જ મંત્રી પદ પર રહી શકે છે એટલે કે , છ મહિનામાં ચૂંટાવવું જરૂરી છે. તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતે 5 એપ્રિલે મંત્રી પદના શપથ લીધા હતા અને 21 ઓક્ટોબરે 6 મહિના પૂરા થયા. એવામાં શિવરાજ સરકારના બન્ને મંત્રીઓએ રાજીનામું આપવું પડ્યું છે.
ગોવિંદ સિંહ રાજપૂત સાગર જિલ્લાના સુરખી અને તુલસી સિવાલટ ઈંદોર જિલ્લાના સાંવેર પરથી પોતાની પરંપરાગત બેઠક પર પેટાચૂંટણી લડી રહ્યાં છે.મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલીવાર છે કે, જ્યારે 14 મંત્રીઓ પેટાચૂંટણી લડી રહ્યાં છે .
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement