(Source: ECI/ABP News/ABP Majha)
Kaali Poster Controversy: TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે ભોપાલમાં નોંધાઈ FIR, જાણો શું છે વિવાદ...
ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'કાલી'ના (Kaali) પોસ્ટરમાં કાલી માંને સિગરેટ પિતાં બતાવવા અંગે છેડાયેલા વિવાદ અંગે મહુઆ મોઈત્રાએ ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં એક નિવેદન આપ્યું હતું.
Kaali Poster Controversy: ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'કાલી'ના વિવાદિત પોસ્ટર અંગે નિવેદન આપવું તૃણમૂલ કોંગ્રેસના (Trinmool Congress) સાંસદ મહુઆ મોઈત્રાને ભારે પડ્યું છે. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'કાલી'ના (Kaali) પોસ્ટરમાં કાલી માંને સિગરેટ પિતાં બતાવવા અંગે છેડાયેલા વિવાદ અંગે મહુઆ મોઈત્રાએ ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં એક નિવેદન આપ્યું હતું. મહુઆના આ નિવેદન બાદ વિવાદ વકર્યો હતો અને હવે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે ભોપાલમાં મહુઆ મોઈત્રા સામે ફરિયાદ નોંધાવી છે.
શું કહ્યું હતું મહુઆ મોઈત્રાએ?
ઈન્ડિયા ટુડે કોન્કલેવ ઈસ્ટ - 2022માં ઉપસ્થિત રહેલાં સાંસદ મહુઆ મોઈત્રાએ કાલી ફિલ્મના પોસ્ટર પર વાત કરતાં જણાવ્યું હતું કે, "મને આ અંગે કોઈ પરેશાની નથી. કાલીના ઘણા રુપ છે. મારા માટે કાલીનો મતલબ માંસ પ્રેમી અને દારુ સ્વિકાર કરનાર દેવી છે. લોકોના અલગ-અલગ મંતવ્ય હોઈ શકે છે મને તેના અંગે કોઈ પરેશાની નથી."
ભોપાલમાં નોંધાઈ ફરિયાદઃ
સાંસદ મહુઆ મોઈત્રાના આ નિવેદન બાદ તેમની પાર્ટી TMCએ પણ તેમના આ નિવદેનથી કિનારો કરી લીધો છે અને તેમના ટ્વીટર એકાઉન્ટને અનફોલો કરી દીધું હતું. ત્યારે હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, મહુઆ મોઈત્રાના નિવેદનથી હિન્દૂ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કોઈ પણ કિંમતે સહન નહી કરવામાં આવે.
સાંસદ મહુઆ મોઈત્રા સામે મધ્યપ્રદેશની રાજધાની ભોપામાં આઈપીસીની કલમ 295 A હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કલમ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કેસમાં લગાવામાં આવે છે. આ પહેલાં જબલપુરમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર કાલી ફિલ્મને બનાવનાર લીના મણિમેકલાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે.
આ પણ વાંચોઃ