શોધખોળ કરો
Advertisement
મુદ્રા લોન પર ચોંકાવનારી રિપોર્ટ, નવો બિઝનેસ શરૂ કરવામાં ફક્ત 20 ટકા લોનનો થયો ઉપયોગ
યોજનાનો હેતુ હતો કે બિન કૃષિ ક્ષેત્રમાં સ્વરોજગાર માટે સરળ લોન આપવામાં આવે છે અને નાના બિઝનેસ મારફતે રોજગાર ઉભી કરવામાં આવે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી 2015માં શરૂ થયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના શું પોતાના ઉદેશ્યમાં સફળ રહી છે. મુદ્રા યોજના હેઠળ લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે નાની રકમની લોન આપવામાં આવે છે. યોજનાનો હેતુ હતો કે બિન કૃષિ ક્ષેત્રમાં સ્વરોજગાર માટે સરળ લોન આપવામાં આવે છે અને નાના બિઝનેસ મારફતે રોજગાર ઉભી કરવામાં આવે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના સર્વે પર ડ્રાફ્ટ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવશે. સૂત્રોના મતે ડ્રાફ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેટલી પણ મુદ્રા લોન આપવામાં આવી છે તેમાંથી ફક્ત 20 ટકાનો ઉપયોગ નવો બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે. 80 ટકા મુદ્રા લોન એવા લોકોને આપવામાં આવી જે અગાઉથી જ ચાલી રહેલા પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માંગે છે. મુદ્રા યોજનાનો જે મુખ્ય ઉદેશ્ય હતો કે નવો રોજગાર ઉભો કરવો પરંતુ આ રિપોર્ટમાં જે પુરો થતો જોવા મળી રહ્યો નથી. મોટાભાગની લોન શિશુ કેટેગરી (50 હજાર રૂપિયા )માં વહેંચવામાં આવી છે. તે સિવાય કિશોર કેટેગરીમાં 34 ટકા, તરુણ કેટેગરીમાં 24 ટકામાં લોન આપવામાં આવી છે.
મુદ્રા યોજનાનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ 2015માં કર્યું હતું. આ યોજના હેઠળ પ્રાઇવેટ અને સરકારી ક્ષેત્રની બેન્કો, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ તરફથી 50 હજારથી લઇને 10 લાખ રૂપિયા સુધીની લોન વહેંચવામાં આવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement