Mukhtar Ansari Death: ધીમું ઝેર કે હાર્ટ એટેક, કેવી રીતે થયું મુખ્તાર અંસારીનું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું આ કારણ
રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના પાંચ ડોકટરોની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોસ્ટમોર્ટમ થયું ત્યારે મુખ્તાર અંસારીના નાના પુત્ર ઓમર અંસારી પોસ્ટમોર્ટમ હાઉસની અંદર હાજર હતા.
Mukhtar Ansari Death News: ગેંગસ્ટર-રાજકારણી મુખ્તાર અંસારીના પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. હોસ્પિટલના સૂત્રોએ આ માહિતી આપી હતી. 60થી વધુ કેસના આરોપી મુખ્તાર અંસારી બાંદા જેલમાં બંધ હતો.ગુરુવારે રાત્રે ખરાબ તબિયતના કારણે તેને જેલમાંથી રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું.
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુનીલ કૌશલે પીટીઆઈને ફોન પર જણાવ્યું હતું કે, “મેડિકલ કોલેજમાં અંસારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. શુક્રવારે પોસ્ટમોર્ટમ દરમિયાન હાજર રહેલા હોસ્પિટલના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું, 'મુખ્તાર અંસારીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક (મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) હોવાનું જાણવા મળ્યું હતું.'
પોસ્ટમોર્ટમ વખતે અંસારીનો પુત્ર પણ હતો હાજર
પોસ્ટમોર્ટમના આધારે, તેણે પરિવારના સભ્યો દ્વારા મુખ્તાર અંસારીને ધીમા ઝેર આપવાના આરોપોને નકારી કાઢ્યા. રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના પાંચ ડોકટરોની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોસ્ટમોર્ટમ થયું ત્યારે મુખ્તાર અંસારીના નાના પુત્ર ઓમર અંસારી પોસ્ટમોર્ટમ હાઉસની અંદર હાજર હતા.
પોસ્ટમોર્ટમ બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને ભારે સુરક્ષા વચ્ચે શુક્રવારે સાંજે ગાઝીપુર જવા રવાના થયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે ગાઝીપુરના મોહમ્મદબાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગાઝીપુરના મોહમ્મદબાદ વિધાનસભા સીટના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મોહમ્મદ સુહૈબ અંસારીએ જણાવ્યું કે તેમના કાકા મુખ્તાર અંસારીને શનિવારે સવારે 10 વાગ્યે યુસુફપુર મોહમ્મદાબાદ (ગાઝીપુર)ના કાલી બાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
Dead body of Mukhtar Ansari brought to Ghazipur for last rites
— ANI Digital (@ani_digital) March 29, 2024
Read @ANI Story | https://t.co/OTD51do8zn#MukhtarAnsari #Ghazipur #UttarPradesh pic.twitter.com/b2EAlv84iP
પરિવાર સહિત વિપક્ષી દળોએ મુખ્તાર અંસારીના મૃત્યુ પર પ્રશ્નો ઉઠાવ્યા
વિપક્ષી દળોએ મુખ્તાર અંસારીના મૃત્યુ પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ શુક્રવારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. અંસારીના પરિવારનો આરોપ છે કે તેને બાંદા જેલમાં 'ધીમા ઝેર' આપવામાં આવ્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું.બાંદા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ભગવાન દાસ ગુપ્તા દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ગરિમા સિંહને આ મામલાની તપાસ માટે નિમણૂક કરવામાં આવી છે. એડિશનલ ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (MP-MLA કોર્ટ બંદા)ને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.