સોનિયા વિરોધી જૂથે સોનિયાને હટાવીને આ નેતાને કોંગ્રેસ પ્રમુખ બનાવવાની મૂકી દરખાસ્ત, સોનિયા સમર્થકોએ શું કહ્યું ?
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીમાં કોંગ્રેસ યુપી સિવાય 4 રાજ્યોમાં વધુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ આવું ન થયું.
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ 13 માર્ચના રોજ કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરી હતી તેમજ પક્ષની સુધારણા માટેના પગલાં અંગે ચર્ચા કરી હતી તેમજ કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી નિર્ધારિત સમય પહેલા હાથ ધરવા માટે મંથન કરવામાં આવ્યું હતું.
ANI સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પાર્ટીના 'G23' જૂથના નેતાઓએ મુકુલ વાસનિકને કોંગ્રેસના નવા અધ્યક્ષ પદ માટે આગામી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનું સૂચન કર્યું હતું. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ સૂચન સ્વીકાર્યું ન હતું.
ગુલામ નબીના ઘરે જી-23ની બેઠક યોજાઈ હતી
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીમાં કોંગ્રેસ યુપી સિવાય 4 રાજ્યોમાં વધુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ આવું ન થયું. પાર્ટી સરકાર બનાવવા માટે ક્યાંય સીટો જીતી શકી નથી. વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે જ કોંગ્રેસ ના અસંતુષ્ટ નેતાઓનું જૂથ G-23 સક્રિય બન્યું છે.
શુક્રવારે ગુલામ નબી આઝાદના ઘરે આ નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં પક્ષ પ્રમુખની ચૂંટણી તાત્કાલિક યોજવા અને સંગઠનાત્મક સુધારાના અન્ય પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરને જોતા કોંગ્રેસના ટોચના નેતૃત્વએ હારની સમીક્ષા કરવા કાર્યસમિતિની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો.
અધીર રંજન કોંગ્રેસમાં નેતૃત્વમાં ફેરબદલની જરૂરિયાતને નકારે છે
જ્યારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીના ટોચના નેતૃત્વમાં કોઈ ફેરબદલની જરૂર નથી કારણ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી "સંપૂર્ણ પ્રયત્નો" કરી રહ્યા છે. પક્ષના અન્ય નેતા અને જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ ભાવિ ચૂંટણીઓમાં અપેક્ષિત પરિણામો માટે "પુનઃરચના" માટે હાકલ કરી હતી અને આ વર્ષના અંતમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણીઓ પર ભાર મૂક્યો હતો. જો કે, તેમણે પણ ટોચના નેતૃત્વમાં કોઈ ફેરફારની જરૂરિયાતને નકારી કાઢી હતી.