Mulayam Singh Yadav Death Live: મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન, અમિત શાહે આપી શ્રદ્ધાજંલિ
UPના પૂર્વ CM અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું છે. તેમની તબિયત બગડતાં 1 ઓક્ટોબરે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
LIVE
Background
Mulayam Singh Yadav Death: ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું છે. તેમની તબિયત બગડતાં 1 ઓક્ટોબરે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહના નિધન બાદ સમાજવાદી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની બગડતી તબિયતની જાણ થતાં પુત્ર અખિલેશ યાદવ, ભાઈ શિવપાલ યાદવ અને પુત્રવધૂ અપર્ણા યાદવ દિલ્હી જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા તેમની પત્ની સાધના ગુપ્તાનું પણ નિધન થયું હતું.
અખિલેશે કર્યુ ટ્વિટ
મુલાયમ સિંહ યાદવના નિધન અંગે માહિતી આપતાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે મારા આદરણીય પિતા અને દરેકના નેતા નથી રહ્યા.
मेरे आदरणीय पिता जी और सबके नेता जी नहीं रहे - श्री अखिलेश यादव
— Samajwadi Party (@samajwadiparty) October 10, 2022
તેઓ હંમેશા લોકો માટે કામ કરતા હતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા: જેપી નડ્ડા
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, પીઢ રાજનેતા મુલાયમ સિંહ યાદવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ હંમેશા લોકો માટે કામ કરતા હતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
Veteran politician Mulayam Singh Yadav is no more between us. He always used to work for the people and was very popular among the public. I express my deepest condolences to his family and supporters: BJP national president JP Nadda pic.twitter.com/nGF0ajFjhJ
— ANI (@ANI) October 10, 2022
રાજનાથ સિંહ લયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં સામેલ થશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ઉત્તર પ્રદેશના સૈફઈની મુલાકાત લેશે અને યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.
મુલાયમ સિંહ યાદવ એક બિનસાંપ્રદાયિક નેતા હતાઃ મહેબૂબા મુફ્તિ
પીડીપી નેતા મહેબૂબા મુફ્તિએ કહ્યું, મુલાયમ સિંહ યાદવ એક બિનસાંપ્રદાયિક નેતા હતા જેમણે પછાત વર્ગો અને મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ અને સશક્તિકરણ કર્યું હતું. તેણે સાંપ્રદાયિક શક્તિઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો. આપણે તેમના જીવનમાંથી બોધપાઠ લેવો જોઈએ અને સાંપ્રદાયિક શક્તિઓ સામે મક્કમતાથી ઊભા રહેવું જોઈએ.
દરેક પક્ષના લોકો તેમની સાથે જોડાયેલા હતાઃ : રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કહ્યું, મુલાયમસિંહજીના નિધનના સમાચારથી દુ:ખી. તેઓ સંઘર્ષ કરીને અને વૈચારિક બાજુને મજબૂત રાખીને આગળ વધ્યા હતા. તેઓ રાજકીય રીતે પરિપક્વ હતા. દરેક પક્ષના લોકો તેમની સાથે જોડાયેલા હતા. અમારા બંને વચ્ચે સારા સંબંધો હતા. ભગવાન તેમના પરિવાર, સમર્થકોને શક્તિ આપે.
અમિત શાહે મેદાંતા હોસ્પિટલ પહોંચી મુલાયમ સિંહને આપી શ્રદ્ધાંજલિ
Union Home Minister Amit Shah pays tribute to veteran politician Mulayam Singh Yadav at Gurugram's Medanta Hospital. pic.twitter.com/K5wmiAAiKz
— ANI (@ANI) October 10, 2022