માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદ, અંધેરી સબ વેમાં ત્રણ ફુટ સુધી પાણી ભરાયા
શહેરમાં મંગળવારે મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.
માયાનગર મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અંધેરી સબ વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા છે. તો નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં મોડી રાતથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પાણી ભરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમને જણાવીએ કે, હવામાન વિભાગે હાલમાં જ ઓરેન્જમાંથી બદલીને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. શહેરમાં મંગળવારે મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.
ભારેથી અતિભારે વરસાદની શક્યતા
શહેરમાં વરસાદને લઈને બહાર પાડવામાં આવેલ બુલેટિનમાં વિભાગે કહ્યું કે, આગામી 18 કલાક દરમિયાન મુંબઈમાં શહેર, ઠાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સાથે મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
#WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai; visuals from Eastern Express Highway
— ANI (@ANI) July 16, 2021
Regional Meteorological Centre, Mumbai has predicted "light to moderate rain in city & suburbs with possibility of heavy rainfall at isolated places" for the next 24 hours pic.twitter.com/g6Cr6mlNJr
ગુજરાતમાં વરસાદ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ મુજબ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
તો મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદની ઘટ
અમદાવાદ જિલ્લામાં હજુ સુધી ચોમાસાની શરૂઆત સામાન્ય થઇ છે અને અત્યારસુધી ૫.૩૧ ઈંચ સાથે સીઝનનો સરેરાશ ૧૯.૬૩% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૫ જુલાઇ સુધીમાં ૭.૯૧ ઈંચ સાથે સીઝનનો ૨૮.૭૨% વરસાદ નોંધાયો હતો.