શોધખોળ કરો
Advertisement
મુંબઇ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રન-વે પરથી નીચે ઉતરીને આગળ નીકળી ગયુ એરફોર્સનું વિમાન
ઘટના રાત્રે લગભગ 11:39 વાગ્યાની છે. વિમાન રન-વે પરથી આગળ નીકળી ગયુ, જેના કારણે એરપોર્ટ અધિકારીઓની વચ્ચે અફડાતફડી મચી ગઇ હતી. એરપોર્ટ પર તરત જ ઓપરેશન માટે મુખ્ય રન-વે નંબર 27ને બંધ કરી દીધો. ઘટનામાં કોઇને જાનહાનિ થવાના રિપોર્ટ નથી
મુંબઇઃ મુંબઇ એરપોર્ટ પર ગઇરાત્રે એક મોટી દૂર્ઘટના થતાં થતાં રહી ગઇ, અહીં એક ઇન્ડિયન એરફોર્સનુ વિમાન રન-વે પરથી આગળી સરકી ગયુ, નીકળી ગયુ જેના કારણે મોટી દૂર્ઘટના થવાની સંભાવના હતી, જોકે, તે ટળી ગઇ હતી.
ઘટના રાત્રે લગભગ 11:39 વાગ્યાની છે. વિમાન રન-વે પરથી આગળ નીકળી ગયુ, જેના કારણે એરપોર્ટ અધિકારીઓની વચ્ચે અફડાતફડી મચી ગઇ હતી. એરપોર્ટ પર તરત જ ઓપરેશન માટે મુખ્ય રન-વે નંબર 27ને બંધ કરી દીધો. ઘટનામાં કોઇને જાનહાનિ થવાના રિપોર્ટ નથી.
ઉલ્લેખનીય છે કે, એરફોર્સનું જે વિમાન રન-વે પરથી આગળ નીકળી ગયુ હતુ, તે બેંગ્લૉરના એલંગા એરફોર્સ બેઝ જઇ રહ્યું હતુ. ત્યારે મુંબઇ એરપોર્ટ પર વૈકલ્પિક રન-વે નંબર 14/32 ઉપયોગમાં છે. મુખ્ય રન-વેના ઉપયોગમાં ના હોવાના કારણે અહીંથી ફ્લાઇટની ઉડાન અને આગમનમાં લેટ થતું રહે છે.
એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે, "અમે ઘટનાની પુષ્ટિ કરીએ છીએ. એક વિમાન રન-વેથી આગળ નીકળી ગયુ, આ ઘટના ગઇરાત્રે 11:39 વાગે બની હતી. આમાં કોઇના ઘાયલ થવાના સમાચાર નથી."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement