Mumbai NCB: બાંદ્રામાં એક સાથે ત્રણ સ્થળે એનસીબીએ કરી રેડ
Mumbai NCB: મુંબઈ એનસીબીએ બાંદ્રામાં ત્રણ જગ્યાએ રેડ પાડી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
Mumbai NCB: મુંબઈ એનસીબીએ બાંદ્રામાં ત્રણ જગ્યાએ રેડ પાડી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એનસીબીના સૂત્રોએ જણાવ્યું હુતં કે, એનસીબીની એક ટીમ હોટેલ તાજ લૈંડ્સ એંડ ગઈ છે. જે લોકો દિલ્લીથી આવ્યા હતા અને ક્રૂજ પાર્ટીનો હિસ્સો બન્યા હતા, તે લોકો આ જ હોટલમાં રોકાયા હતા. તેમની સાથે સંલગ્ન જાણકારી મેળવવા માટે ટીમ ત્યાં ગઈ છે. જોકે, ત્યાં કોઈ રેડ કરવામાં નથી આવી કે કોઈ સર્ચ ચાલી રહ્યું નથી.
Mumbai NCB: Raids underway at three places in Bandra
— ANI (@ANI) October 23, 2021
ગુરુવારે ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ એનસીબીની મુંબઈ ઓફિસમાં કરવામાં આવી હતી. હવે એજન્સીએ તેને વધુ તપાસ માટે આવતીકાલે એનસીબી ઓફીસમાં બોલાવી છે. અનન્યા પાંડે આજે NCB નું સમન્સ મળ્યા બાદ પૂછપરછ માટે લગભગ 4 વાગ્યે એજન્સીની ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે પણ હાજર હતા.
આજે એનસીબી ઓફિસમાં શું થયું
અનન્યા પાંડેને વોટ્સએપ ચેટ અંગે આજે પૂછપરછ કરવાની હતી. જોકે, સૂત્રોનું કહેવું છે કે આજે અનન્યાને વધારે પૂછપરછ કરવામાં આવી નથી. આ જ કારણ છે કે એજન્સીએ શુક્રવારે સવારે 11 વાગે અભિનેત્રીને પૂછપરછ માટે NCB કાર્યાલયમાં ફરી બોલાવી છે.
અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા
એનસીબીની ટીમે ગુરુવારે મુંબઈમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. એનસીબીએ આ વસ્તુઓ પોતાની સાથે લીધી છે. હવે NCB ની ટીમ ડ્રગ્સ કેસમાં અનન્યાની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. એનસીબી ગુરુવારે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે 'મન્નત' પણ પહોંચી હતી. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે.
શાહરૂખ લગભગ 15 મિનિટ સુધી પુત્ર આર્યનને મળ્યો
શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો ત્યારે મીડિયાની ભીડ હતી. મીડિયાએ પણ શાહરુખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, પણ તે કંઈપણ બોલ્યા વગર સીધા જ પોતાના સુરક્ષા વર્તુળ સાથે અંદર ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આર્યન ખાનને લગભગ 15 મિનિટ સુધી મળ્યો હતો.