હાઈજેક કરાયેલા જહાજ પર ઉતર્યા નેવી કમાન્ડો, 15 ભારતીયોને બચાવવા દિલધડક ઓપરેશન શરુ
સોમાલિયાના દરિયાકાંઠે હાઈજેક એમવી લીલા નોરફોક જહાજ (MV Lila Norfolk)ની પાસે ભારતીય નૌકાદળનું INS ચેન્નાઈ (INS Chennai) પહોંચી ગયુ છે.
MV Lila Norfolk Hijacked: સોમાલિયાના દરિયાકાંઠે હાઈજેક એમવી લીલા નોરફોક જહાજ (MV Lila Norfolk)ની પાસે ભારતીય નૌકાદળનું INS ચેન્નાઈ (INS Chennai) પહોંચી ગયુ છે. નૌસેનાએ હેલીકોપ્ટર ઉતારી દરિયાઈ લૂંટારુઓને ચેતવણી આપતા નોરફેકને છોડવાનું કહ્યું છે.
દરમિયાન ન્યૂઝ એજન્સી એએનઆઈએ સેનાના અધિકારીઓને ટાંકીને કહ્યું કે એમવી લીલા નોરફોક જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મરીન કમાન્ડોએ ઓપરેશન શરૂ કરી દીધું છે. કમાન્ડો જહાજ પર ઉતરી ગયા છે. હાઇજેક કરાયેલા જહાજમાં 15 ભારતીયો હાજર છે.
INS Chennai diverted from her Anti Piracy patrol and intercepted the MV at 1515hrs today, on 5th Jan. MV was kept under continuous surveillance using Maritime Patrol Aircraft, Predator MQ9B and integral helos. The Indian Navy Marine Commandos present onboard the Mission Deployed… https://t.co/0xP4JF94ID
— ANI (@ANI) January 5, 2024
ભારતીય નેવીએ શું કહ્યું ?
ભારતીય યુદ્ધ જહાજ INS ચેન્નાઈએ એમવી લીલાને બપોરે 3.15 કલાકે રોકી હતી. ભારતીય નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને ડ્રોન અરબી સમુદ્ર પર સતત નજર રાખી રહ્યા છે. નેવીએ કહ્યું કે અમે MPA, પ્રિડેટર, MQ9B અને integral helos દ્વારા જહાજ પર સતત નજર રાખી રહ્યા છીએ.
વાસ્તવમાં, UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ ગુરુવારે (4 જાન્યુઆરી) લાઇબેરિયન ફ્લેગવાળા કાર્ગો જહાજ MV લીલા નોરફોકને હાઇજેક કરવાની ઘટનાની જાણ કરી હતી. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે જે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે.
પાંચથી છ લોકો સામેલ છે
જહાજમાં હાજર લોકોએ સંકેત આપ્યો હતો કે પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો વહાણમાં સવાર હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ નૌકાદળના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને મિત્ર દેશો સાથે વાણિજ્યિક જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતીય નેવીએ જણાવ્યું હતું કે, હાઇજેકની આ ઘટના અંગે ગુરુવાર સાંજ સુધી માહિતી મળી હતી. નેવી આ મામલે સતત નજર રાખી રહી છે. હાલ ક્રૂ મેમ્બર જહાજમાં સુરક્ષિત હોવાની માહિતી મળી છે. સોમાલિયા નજીક દરિયાકાંઠે જહાજના હાઈજેક થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ સોમાલિયા દરિયાકાંઠે લુટારુઓએ માલ્ટાના જહાજ MV રૂએનને હાઇજેક કર્યું હતું.