TDP ચીફ ચંદ્રબાબુ નાયડૂને ભ્રષ્ટાચાર કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, આ જેલમાં રહેશે પૂર્વ સીએમ
N Chandrababu Naidu Custody: તેને ધ્યાનમાં રાખીને જેલની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે
N Chandrababu Naidu Custody: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડૂને કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં રવિવારે (10 સપ્ટેમ્બર) ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
#WATCH | Andhra Pradesh former CM N Chandrababu Naidu brought to Rajahmundry Central Prison.
— ANI (@ANI) September 11, 2023
CM N Chandrababu Naidu was sent to judicial custody till September 23 in a corruption case yesterday. pic.twitter.com/tM3L0dEdw7
પૂર્વ મુખ્યમંત્રી નાયડુને 14 દિવસ સુધી રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને જેલની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે. તેમને શનિવારે (8 સપ્ટેમ્બર) બપોરે 3.40 વાગ્યે મેડિકલ તપાસ માટે વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
એન ચંદ્રબાબુ નાયડૂની ક્યારે ધરપકડ કરવામાં આવી હતી?
CID ટીમે શનિવારે (9 સપ્ટેમ્બર) સવારે લગભગ 6 વાગ્યે નંદયાલ શહેરના જ્ઞાનપુરમ ખાતે આરકે ફંક્શન હોલની બહારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી નાયડૂની ધરપકડ કરી હતી. નાયડૂ તમામ સુવિધાઓથી સજ્જ પોતાની બસમાં સૂઇ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
TDPએ શું કહ્યું?
આ દરમિયાન એન ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીએ સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પર લખ્યું કે નાયડૂ વિરુદ્ધ ખોટા કેસ નોંધવામાં આવ્યા છે. લોકો તેમની સાથે છે.
CIDએ શું કહ્યું?
CIDએ કહ્યું કે એન ચંદ્રબાબુ નાયડૂએ પૂછપરછ દરમિયાન સહકાર આપ્યો ન હતો. તેમણે અમારા પ્રશ્નોના અસ્પષ્ટ જવાબો આપ્યા અને કહ્યું હતું કે તેમને કેટલીક બાબતો યાદ નથી. નાયડૂને નોટ ફાઈલોના આધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે આ 'કેસ ડાયરી' સંબંધિત પુરાવાનો ભાગ છે, પરંતુ તેમણે પ્રશ્નોના જવાબ આપતી વખતે સહકાર આપ્યો ન હતો અને અસ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તેમને હકીકતો યાદ નથી.
સરકારે શું કહ્યું?
સરકારના સલાહકાર એસ રામકૃષ્ણ રેડ્ડીએ જણાવ્યું હતું કે આર્થિક ગુનાના કેસમાં પોલીસે ધરપકડ પહેલા નોટિસ આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે એફઆઈઆરમાં આરોપીનું નામ ન હોય તો પણ નોટિસ આપવાની જરૂર નથી.
શું છે મામલો?
આંધ્રપ્રદેશ પોલીસે શનિવારે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં નાયડૂને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. આ કથિત કૌભાંડને કારણે રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.