શોધખોળ કરો
ટ્રમ્પના મોટેરાના કાર્યક્રમમાં હાજર રહેવાનો પાસ જોઈએ છે? તો આ સમિતીનો કરો સંપર્ક..
રવિશ કુમારે આપેલી માહિતી પ્રમાણે ટ્રમ્પના કાર્યક્રમનું આયોજન ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતી’ કરશે

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા ‘નમસ્તે, ટ્રમ્પ’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ બંને હાજર રહેશે. ગુજરાતના લાખો લોકો આ કાર્યક્રમના સાક્ષી બનવા માટે મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવા માગે છે પણ કઈ રીતે હાજર રહેવું એ તેમને ખબર નથી. આ કાર્યક્રમના પાસ કે નિમંત્રણ પત્ર કોણ આપશે તેની જ કોઈને ખબર નથી. આ સવાલનો જવાબ મેળવવા માટે લોકો ફાંફાં મારી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે તેની સ્પષ્ટતા કરી દીધી છે. રવિશ કુમારે આપેલી માહિતી પ્રમાણે ટ્રમ્પના કાર્યક્રમનું આયોજન ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતી’ કરશે. રવિશે કરેલી સ્પષ્ટતા પ્રમાણે આ સમિતી જ કાર્યક્રમમાં કોને હાજર રાખવા તે નક્કી કરશે અને તેનાં નિમંત્રણ આપશે. આ સંજોગોમાં હવે પછી કોઈને પણ મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમનું નિમંત્રણ જોઈતું હોય તો તેમણે ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતી’નો સંપર્ક કરવાનો રહેશે.
વધુ વાંચો




















