વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો

નરેન્દ્ર મોદી આજે 25 જુલાઈના રોજ દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા હતા. પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો. અત્યાર સુધી જવાહરલાલ નેહરુ સૌથી લાંબા સમય સુધી (16 વર્ષ 286 દિવસ) વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ઇન્દિરા ગાંધી 4077 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે પીએમ મોદી 4078 દિવસ સુધી આ પદ પર રહ્યા છે.
A Historic Milestone for Prime Minister @narendramodi 🇮🇳
— BJP (@BJP4India) July 25, 2025
🗓️ On 25th July 2025, PM Narendra Modi will complete 4,078 consecutive days in office, officially becoming the second longest-serving Prime Minister in India’s history, surpassing Indira Gandhi (4,077 days from 1966 to… pic.twitter.com/qjczL9assQ
વડા પ્રધાન મોદી ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. હવે તેમણે વડાપ્રધાન બનીને એક રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી 2014થી તેમના પદ પર છે. તેમણે 25 જૂલાઈ 2025ના રોજ તેમના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કર્યા છે. આ રીતે મોદીએ ઇન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે.
દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા ત્રણ નેતાઓ
પંડિત નહેરુ 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી વડાપ્રધાન રહ્યા હતા. તેઓ લગભગ 16 વર્ષ અને 9 મહિના સુધી આ પદ પર રહ્યા હતા. ઇન્દિરા ગાંધી 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી વડાપ્રધાન હતા. તેમણે 11 વર્ષ અને 2 મહિના સુધી સતત આ પદ પર રહીને એક રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ હવે વડાપ્રધાન મોદી પણ આ યાદીમાં જોડાયા છે. તેઓ 26 મે 2014થી આજ સુધી વડાપ્રધાન પદ પર છે.
મોદી આઝાદી પછી જન્મેલા પહેલા વડા પ્રધાન છે
પીએમ મોદી આઝાદી પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે અને સૌથી લાંબા સમય સુધી પોતાનું પદ સંભાળ્યું છે. પીએમ મોદી સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી સતત આ પદ સંભાળનારા પહેલા નેતા પણ છે. પંડિત નેહરુ પછી તેઓ એકમાત્ર વડાપ્રધાન છે જેમણે કોઈ પક્ષના નેતા તરીકે સતત ત્રણ સામાન્ય ચૂંટણીઓ જીતી છે. મોદી બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન પણ છે.





















