શોધખોળ કરો
Advertisement
કોરોના રસીકરણના એક દિવસ બાદ શરૂ થનાર પલ્સ પોલિયો કાર્યક્રમ સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો રદ્દ
સરકાર 17 જાન્યુઆરીથી કોરોના રસીકરણના પ્રથમ તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. તે અંતર્ગત ત્રણ કોરડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે.
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પલ્સ પોલિયો મિશનને આગામી આદેશ સુધી અટકાવી દીધું છે. નવ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલ એક આદેશમાં સરકારે કહ્યું કે, 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના સામે રસીકરણની શરૂઆત થવા જઈરહી છે. આ આદેશમાં પોલિયો રસીકરણ કાર્યક્રમને રદ્દ કરવાનું સ્પષ્ટ કારણ આપવામાં નથી આવ્યું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અનિવાર્ય સંજોગોને કારણે આ નિર્મય લેવામાં આવ્યો છે.
જોકે રાજ્યોને આ આદશની કોપી નથી મળી જેમાં પોલિયો કાર્યક્રમ રદ્દ કરવાની વાત કહેવામાં આવી છે. દેશમાં કોરોના રસીકરણના એક દિવસ બાદ 17 જાન્યુઆરીથી પલ્સ પોલિયો રસીકરણની શરૂઆત થવાની હતી, જે અંતર્ગત પાંચ વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે.
જણાવીએ કે, સરકાર 17 જાન્યુઆરીથી કોરોના રસીકરણના પ્રથમ તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. તે અંતર્ગત ત્રણ કોરડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે. જણાવીએ કે, મુખ્યમંત્રીઓની સાથે થયેલ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે બીજી બીમારીઓ માટે સામાન્ય રીતે ચાલનાર રસીકરણનો કાર્યક્રમ પણ પ્રભાવિત ન થાય.
દર વર્ષે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત થનાર પોલિયો કાર્યક્રમ બહુમૂલ્ય કાર્યક્રમ છે. તે 17 જાન્યુઆરીથી શરૂ થાય છે જે રાષ્ટ્રીય રસીકરણ દિવસ પણ છે. તે અંતર્ગત 17.2 કરોડ બાળકોને પોલિયોના ટીપા પીવડાવાવમાં આવે છે, જે તેમને પોલિયોના વાયરસથી બચાવે છે. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ વર્ષ 2011માં જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion