શોધખોળ કરો
Advertisement
નવજોત સિંહ સિદ્ધૂ આગામી સપ્તાહે AAPમાં થઈ શકે છે સામેલ, પત્નીએ કર્યો ખુલાસો
ચંદીગઢ: ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધૂ આગામી અઠવાડિયે આમ આદમી પાર્ટી (આપ)માં સામેલ થયા હતા. તેમની પત્ની નવજોત કોરે શનિવારે બતાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પણ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના પતિએ આપ સાથે જોડાવવાનો નિર્ણય કરી લીધો હતો. નવજોત કોરે શુક્રવારે દિલ્લીમાં કેજરીવાલને મળ્યા પછી આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે સિદ્ધૂએ ગત મહીને રાજ્ય સભામાં રાજીનામું આપી દીધું હતું. તેના પછી તે આપમાં જોડાય તેવી અટકળો વહેવા લાગી હતી. જો કે તેમને અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.
નવજોત કોરે જણાવ્યું, “અમને કોંગ્રેસ પાર્ટીએ પણ સંપર્ક કર્યો હતો પરંતુ કેપ્ટન અમરિંદર અને બાદલ પરિવારમાં કોઈ અંતર નથી. બન્ને વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ નોંધાયેલા છે. અમે હવે આપમાં જોડાઈને પંજાબમાં સમુદ્ધિ લાવવા માંગીએ છીએ. અમે ઘમંડ નથી કરી રહ્યા પરંતુ અમારામાં અને કેપ્ટનના પરિવારમાં કંઈ પણ એક જેવું નથી. 10 વર્ષમાં કેપ્ટન ક્યારેય અકાલિયો વિરુદ્ધ નથી બોલ્યા. મારા પતિએ 11 પ્રોજેક્ટ પૂરા ન થવા બદલ ભાજપાના અકાલી દળની સાથે ગઠબંધન હોવા છતાં બાદલ પરિવાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. કેપ્ટન મુશ્કેલથી વિધાનસભા અથવા લોકસભામાં જાય છે.”
વર્ષ 2015માં સિદ્ધૂએ અરવિંદ કેજરીવાલનો મઝાક ઉડાવવાનો વીડિયો ક્લિપ સામે આવ્યા પછી નવજોત કોરે કહ્યું, “અમે કોઈ વીડિયોને લઈને શર્મિંદા નથી. તે એક ક્રિકેટર રહ્યા છે. તે પોતાના વિશ્વાસ પર દ્દઢ છે. તે અત્યારે પણ પીએમ મોદીનો આદર કરે છે પરંતુ પાર્ટીનો નહીં. કેજરીવાલ પ્રતિ તેમના મનમાં વધુ સમ્માન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement