શોધખોળ કરો

ભારતમાં બીબીસીની ઓફિસમાં કરવામાં આવેલ આઈટી સર્વેને NDBA એ વખોડી કાઢ્યું

બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં 14-15 ફેબ્રુઆરીની મધ્યાંતર સુધી ઈન્કમટેક્સ સર્વે ચાલુ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવકવેરાની ટીમે BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં સર્ચ કર્યું હતું.

નવી દિલ્હી: ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) ના સભ્યોએ બીબીસીના કાર્યાલયો પર હાથ ધરવામાં આવેલા આવકવેરા 'સર્વે' પર તેની ઊંડી ચિંતાવ્યક્ત કરી છે.

NBDA એ માને છે કે કોઈપણ સંસ્થા કાયદાથી ઉપર નથી, તે મીડિયાને ડરાવવા અને પત્રકારો અને મીડિયા સંસ્થાઓના મુક્ત કાર્યમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસની નિંદા કરે છે. આવા પ્રયાસો બંધારણમાં સમાવિષ્ટ સ્વતંત્ર વાણીના મૂળભૂત સિદ્ધાંતોને નબળી પાડે છે અને લોકશાહીની મુક્ત અને નિર્ભય કામગીરીને ગંભીર અસર કરે છે.

NBDA જણાવે છે કે આવા આવકવેરા 'સર્વે' મીડિયાને સતત હેરાનગતિ તરફ દોરી જાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતની પ્રતિષ્ઠા અને છબીને પણ અસર કરે છે. NBDA એ સુનિશ્ચિત કરવા સરકારને વિનંતી કરે છે કે તેના દ્વારા હાથ ધરવામાં આવેલી કોઈપણ તપાસ કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને પ્રચલિત કાયદાનું કડક પાલન કરતી હોવી જોઈએ.

નોંધનીય છે કે, બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં 14-15 ફેબ્રુઆરીની મધ્યાંતર સુધી ઈન્કમટેક્સ સર્વે ચાલુ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવકવેરાની ટીમે BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં સર્ચ કર્યું હતું. આ દરમિયાન તમામના ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. સર્વે બુધવારે (15 ફેબ્રુઆરી) ચાલુ રહેવાની ધારણા છે.

કર અધિકારીઓએ બીબીસી (બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન) ની ઓફિસોને નફાના કથિત ડાયવર્ઝન અને ટ્રાન્સફર પ્રાઈસિંગમાં અનિયમિતતા સંબંધિત સર્વે માટે સીલ કરી દીધી હતી. રાતભર શોધખોળ બાદ આજે પણ સર્વે ચાલુ રહેશે. સૂત્રોનું કહેવું છે કે આવકવેરા અધિકારીઓ 2012થી ખાતાની વિગતો તપાસી રહ્યા છે.

બીબીસી નિવેદન

મંગળવાર (14 ફેબ્રુઆરી) બીબીસી પ્રેસનું ટ્વીટ પણ આ બાબતને લઈને પ્રકાશમાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે "આવકવેરા અધિકારીઓ હાલમાં નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયમાં છે અને અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમને આશા છે કે આ સ્થિતિ વહેલી તકે ઉકેલાઈ જશે."

અત્યાર સુધી શું થયું?

આઈટી અધિકારીઓ મંગળવારે બપોરે 12 વાગ્યે સર્વે માટે બીબીસીની ઓફિસે પહોંચ્યા હતા. આ પછી અહીં લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. કર્મચારીઓના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને પત્રકારોના ફોન અને લેપટોપ પણ સીલ કરવામાં આવ્યા હતા. સર્ચ શરૂ થયાના લગભગ છ કલાક પછી કર્મચારીઓને તેમના લેપટોપ સ્કેન કર્યા પછી જ જવા દેવામાં આવ્યા. કેટલાક કર્મચારીઓ આઇટી અધિકારીઓ સાથે દલીલ કરતા પણ જોવા મળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
Mahakumbh 2025: કોણ છે સાધ્વી હર્ષા જેને લઇને કરવામાં આવી રહ્યો છે આ દાવો! ઇન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ
Mahakumbh 2025: કોણ છે સાધ્વી હર્ષા જેને લઇને કરવામાં આવી રહ્યો છે આ દાવો! ઇન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
Embed widget