શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બેન્ક ગોટાળા મામલે બોલ્યા શરદ પવાર, કહ્યું- જેને પણ મારી જેલમાં જવાની યોજના બનાવી છે તેને.........
એનસીપી ચીફ શરદ પવાર પર ઇડીએ મહારાષ્ટ્રની સહકારી બેન્ક ગોટાળા મામલે કેસ નોંધ્યો છે, તેમની સાથે તેમના ભત્રીજા અજીત પવાર પણ કેસ નોંધાયો છે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે એનસીપી નેતા શરદ પવાર ઇડીની સકંજામાં આવ્યા છે. આ ઘટનાને લઇને રાજ્યનુ રાજકારણ વધુ ઘેરાયુ છે. હવે શરદ પવારે આ મામેલ મોટુ નિવેદન આપીને સીધુ નિશાન અમિત શાહ પર તાક્યુ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે બીજેપી પર સીધુ નિશાન તાકતા કહ્યું કે, કેસ નોંધી લેવામાં આવ્યો છે, જો મને મારે જેલ જવુ પડશે તો મને કોઇ વાંધો નથી, મેં હજુ સુધી જેલનો અનુભવ નથી કર્યો. મને આનંદ થશે કે જો કોઇએ મારા માટે જેલમાં મોકલવાની યોજના બનાવી છે, હું તેનુ સ્વાગત કરુ છું.
નોંધનીય છે કે, એનસીપી ચીફ શરદ પવાર પર ઇડીએ મહારાષ્ટ્રની સહકારી બેન્ક ગોટાળા મામલે કેસ નોંધ્યો છે, તેમની સાથે તેમના ભત્રીજા અજીત પવાર પણ કેસ નોંધાયો છે. આ બન્ને પર મની લૉન્ડ્રિંગનો કેસ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion