Good News: 70 વર્ષના વૃદ્ધ દંપતિએ બન્યા જુડવા બાળકોના માતા-પિતા, જાણો વિગતે
દત્તા દંપતિને અનિંધ દત્તા નામતી એક દીકરો થયો હતો, જેનુ વર્ષ 2019માં એક દૂર્ઘટનામાં મોત થઇ ગયુ હતુ. એકમાત્ર દીકરાના મોત બાદ તેના માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા,
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના રહેવાસી 70 વર્ષના દંપતીને ત્યાં ખુશખબરી આવી છે, આ વૃદ્ધ દંપતિ બાળકના માતા પિતા બન્યા છે. અહીં 70 વર્ષના તપન દત્તા અને 54 વર્ષની રૂપા દત્તાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. પરિવારજનોએ ફૂલ વરસાવીને અને ધામધૂમથી બન્ને બાળકોનુ સ્વાગત કર્યુ હતુ. વૃદ્ધ દંપતિએ વર્ષ 2019માં એક ટ્રેન દૂર્ઘટનામાં પોતાનો એકમાત્ર દીકરો ગુમાવી દીધો હતો. ત્યારેથી બન્ને એકલાપણુ અનુભવી રહ્યાં હતા, અને આનાથી છુટકારો મેળવવા માટે દંપતિએ બાળકોની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ખરેખરમાં, દત્તા દંપતિને અનિંધ દત્તા નામતી એક દીકરો થયો હતો, જેનુ વર્ષ 2019માં એક દૂર્ઘટનામાં મોત થઇ ગયુ હતુ. એકમાત્ર દીકરાના મોત બાદ તેના માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા, અને તેઓ એકલાપણુ અનુભવી રહ્યાં હતા.
તેમનું માનવુ હતુ કે વૃદ્ધાવસ્થામાં સેવા અને એકલાપણાથી બચવા માટે તેમને એક બાળકની જરૂર હતી, પરંતુ વૃદ્ધાવસ્થામાં આવનારી શારીરિક કઠનાઇઓના કારણે ગર્ભધારણ કરવો મુશ્કેલ હતો, જોકે, સકારાત્મકતા બતાવતા આ જોડાએ રાજ્યના હાવડા જિલ્લા સ્થિત વિસ્તારમાં એક ડૉક્ટરનો સંપર્ક કર્યો, પછી તેમની સલાહ પર ઇલાજ શરૂ કર્યો હતો. પરંતુ ગર્ભધારણ કર્યા બાદ રુપા દત્તા અનેક પ્રકારની શારીરિક તકલીફોમાં મુકાઇ ગઇ હતી. જોકે, અંતે તેમને બે સ્વસ્થ બાળકો, એટલે કે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક છોકરો અને એક છોકરી છે.
Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકેસ ઉકેલાઈ ગયો? આફતાબે નાર્કો ટેસ્ટમાં કર્યા અનેક ખુલાસા -
Shraddha Murder Case Update: શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યાની વાત આખરે કબુલી લીધી છે. દિલ્હીના રોહિણી સ્થિત ડો.ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં આફતાબના નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આફતાબનો નાર્કો ટેસ્ટ 1 કલાક 50 મિનિટ સુધી ચાલ્યો હતો. ટેસ્ટ બાદ આરોપી આફતાબને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો.
આ દરમિયાન આફતાબે ફરી એકવાર શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબે ટેસ્ટમાં પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે અંગ્રેજીમાં પણ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સાથે જ આફતાબે કેટલાક સવાલોના જવાબ આપવામાં થોડો સમય પણ લીધો હતો. પરંતુ જ્યારે કેટલાક પ્રશ્નો ફરીને પુછવામાં આવ્યા તો તેણે યોગ્ય જવાબ આપ્યા હતાં. આ ટેસ્ટ દરમિયાન આફતાબ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલો નજરે પડ્યો હતો.
હત્યાની કરી કબૂલાત
આરોપી આફતાબે નાર્કો ટેસ્ટ દરમિયાન શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને તેને ક્યાં ફેંક્યુ હતું તેને લઈને પણ સનસની ખુલાસો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેસ્ટ દરમિયાન પણ આફતાબ ચાલાકી બતાવતો હતો. અત્યાર સુધી આફતાબ પોલીસની દરેક વાત માની રહ્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યો છે. પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે પણ સંમત થયો હતો. પોલીસ તેના સારા વર્તન પર શંકા વ્યક્ત કરી રહી છે
પોલીગ્રાફી ટેસ્ટ કરાવ્યો
આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ આજે પૂરો થઈ ગયો છે, જેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે કબૂલ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેને શ્રદ્ધાની હત્યાનો કોઈ જ અફસોસ નથી.