Covid-19: દેશમાં ફરી એકવાર કોરોના વધતા, રેલેવે અને એરપોર્ટે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો શું કરવુ પડશે............
ભારતીય રેલ્વે અનુસાર, 22 માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડને લઈને જારી કરાયેલ SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.
Covid-19, ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે, મોટાભાગના રાજ્યોમાં કોરોનાના નવા વેરિએન્ટથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, આને લઇને હવે તંત્ર હરકતમાં આવ્યુ છે. કોરોના વધતા વ્યાપકને જોતા દેશમાં એરપોર્ટ અને રેલવે તંત્રએ કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ નિર્દેશો બાદ હવે મુસાફરોને ફરજિયાતપણે માસ્ક પહેરેવુ પડશે.
રેલવે કે પ્લેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે ફરીથી માસ્ક સહિતની વસ્તુઓનુ પુનરાગમન થયુ છે. રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (પેસેન્જર) નીરજ શર્માના જણાવ્યા અનુસાર તમામ ઝોનના ચીફ કોમર્શિયલ મેનેજરને પત્ર દ્વારા આ અંગે કડક સૂચના આપી દેવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. માસ્ક નહીં પહેરનારા સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવશે.
રેલવે બોર્ડે તમામ ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ભારતીય રેલ્વે અનુસાર, 22 માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડને લઈને જારી કરાયેલ SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો.........
રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો
આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો