શોધખોળ કરો
Advertisement
ગોવાના ડીજીપી પ્રણવ નંદાનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, જાણો વિગત
પ્રણવ નંદા 1988ની બેચના IPS અધિકારી હતા. પ્રણવ નંદાએ આ જ વર્ષે ગોવાના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
નવી દિલ્હી: શનિવારે દિલ્હીમાં ગોવાના ડીજીપી પ્રણવ નંદાનું કાર્ડિયાક અરેસ્ટથી મોત નિપજ્યું હતું. પ્રણવ નંદા દિલ્હીના સત્તાવાર પ્રવાસે હતા. પ્રણવ નંદાના મોતની પૃષ્ટિ આઈજીપી જસપાલ સિંઘે કરી હતી.
પ્રણવ નંદા 1988ની બેચના IPS અધિકારી હતા. પ્રણવ નંદાએ આ જ વર્ષે ગોવાના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. નંદા અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને અન્ય કેન્દ્રસાશિત પ્રદેશમાં આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતાં.
જસપાલ સિંઘે ડીજીપીના મોત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સમાચાર આઘાત પહોંચે તેવા છે. પ્રણવ નંદા દિલ્હી ખાતે સત્તાવાર મુલાકાતે ગયા હતા. જોકે શનિવારે વહેલી સવારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું હતું.
પ્રણવ નંદાના પત્ની પુડ્ડુચેરીના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે. તેઓ બે દાયકા સુધી આઈબીમાં ફરજ બજાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
બિઝનેસ
Advertisement