શોધખોળ કરો
Advertisement
વધુ એક મોટો ખુલાસોઃ ભારતની અર્થવ્યવસ્થા પર ચીનની નજર, સ્ટાર્ટઅપ અને પેમેન્ટ ડિલીવરી એપ્સની કરી રહ્યું છે જાસૂસી
ચીનની નજર ભારતીય રેલવેની સાથે ઇન્ટર્શિપ કરી રહેલ એક એન્જીનિયરિંગના વિદ્યાર્થીને લઈને સમગ્ર સ્પેક્ટ્રને કવર કરનારી ઓછામાં ઓછી 1400 સંસ્થાઓ પર છે.
નવી દિલ્હીઃ ચીન તરફથી ભારતની જાસૂસીને લઈને વધુ એક મોટો ખુલાસો થયે છે. ચીન હવે ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખી રહ્યં છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ચીન હવે ભારતમાં પેમેન્ટ એપ, સપ્લાઈ ચેન, ડિલીવરી એપ્સ અને આ એપ્સના સીઈઓ-સીએફઓ સહિત અંદાજે 1400 વ્યક્તિઓ અને સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે.
ઇન્ટર્શિપ કરનાર એક એન્જીનિયરિંગ વિદ્યાર્થી પર પણ ચીનની નજર
રિપોર્ટ અનુસાર, ચીનની નજર ભારતીય રેલવેની સાથે ઇન્ટર્શિપ કરી રહેલ એક એન્જીનિયરિંગના વિદ્યાર્થીને લઈને સમગ્ર સ્પેક્ટ્રને કવર કરનારી ઓછામાં ઓછી 1400 સંસ્થાઓ પર છે. એટલું જ નહીં ચીન દેશના સ્ટાર્ટઅપ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં સ્થિતિ વિદેશી રોકાણકારો અને તેના સંસ્થાપક અને મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારીઓ પર પ નજર રાખી રહ્યું છે.
કોની-કોની જાસૂસી કરી રહ્યું છે ચીન
પેમેન્ટ એપ
સપ્લાઈ ચેન
ડિલીવરી એપ્સ
ટેક સ્ટાર્ટઅપ્સ
ટ્રાફિક એપ્સ
વેન્ટર કેપિટલ
શહેરી ટ્રાન્સપોર્ટ
ડિજિટલ હેલ્થકેર
ડિજિટલ એજ્યુકેશન
આ કંપનીઓના સંસ્થાપકો, CEO, CFO, CTO અને COO પર રાખવામાં આવી રહી છે નજર
ટીકે કુરિયન- પ્રેમજી ઇન્વેસ્ટમાં મુખ્ય રોકાણ અધિકારી.
અનીશ શાહ - ગ્રુફ સીએફઓ, મહિન્દ્રા ગ્રુપ.
પીકે એક્સ થોમસ - સીટીઓ, રિલાયન્સ બ્રાન્ડ્સ.
બ્રાયન બાડે - મુખ્ય કાર્યકારી, રિલાયન્સ રિટેલ.
વિનીત સેખસરિયા - કન્ટ્રી હેડ, મોર્ગન સ્ટેનલી.
ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલ.
ઝોમેટોના સંસ્થાપ અને સીઈઓ દીપિંદર ગોયલ
સ્વિગીના સહ-સંસ્થાપક અને સીઈઓ નંદન રેડ્ડી.
ન્યાકાના સહ-સંસ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયર.
ઉબર ઇન્ડિયાના પ્રમુખ ઓપરેશનલ હેડ પાવન વૈશ્ય.
PayUના ચીફ નમિત પોટનીસ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement