(Source: ECI/ABP News/ABP Majha)
New York Times Report : ન્યૂયોર્ક ટાઇમ્સમાં મનીષ સિસોદિયાની તસવીર પર વિવાદ, અખબારે આપ્યો આ જવાબ
New York Times Delhi Education: અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીની શિક્ષણ પ્રણાલી પર તેની સ્ટોરી ગ્રાઉન્ડ રિપોર્ટિંગના આધારે લખી હોવાનું જણાવી પેઇડ ન્યૂઝના આરોપોને પણ ફગાવી દીધા છે.
Manish Sisodia Row: દેશની રાજધાની દિલ્હીમાં જ્યાં એક તરફ સીબીઆઈએ દારૂની નીતિને લઈને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. તો એ જ સમયે અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં દિલ્હીમાં શિક્ષણને લઈને એક લેખ છપાયો. તેમાં મનીષ સિસોદિયાની તસવીર પણ છપાઈ હતી. આ પછી આમ આદમી પાર્ટી (AAP) અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.
ભાજપના નેતાઓએ તેને પેઇડ ન્યૂઝ ગણાવ્યા. આ મામલે ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીની શિક્ષણ પ્રણાલી પર તેની સ્ટોરી ગ્રાઉન્ડ રિપોર્ટિંગના આધારે લખી હોવાનું જણાવી પેઇડ ન્યૂઝના આરોપોને પણ ફગાવી દીધા છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે શું કહ્યું
ન્યૂયોર્ક ટાઈમ્સે એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે દિલ્હીની શિક્ષણ પ્રણાલીને સુધારવાના પ્રયાસો અંગેનો અમારો અહેવાલ નિષ્પક્ષ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર આધારિત છે. શિક્ષણ પ્રણાલી એ એક મુદ્દો છે જેને ન્યૂયોર્ક ટાઇમ્સ વર્ષોથી આવરી લે છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પત્રકારત્વ હંમેશા સ્વતંત્ર, રાજકારણ અથવા જાહેરાતકર્તાના પ્રભાવથી મુક્ત રહ્યું છે.
આક્ષેપોનો દોર ચાલુ
આ મામલે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ આમને-સામને છે. એક તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર બાદ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા, જ્યારે બીજેપીએ તેને પેઈડ ન્યૂઝ ગણાવ્યું છે. બીજેપી નેતા પરવેશ વર્માએ ન્યૂયોર્ક ટાઈમ્સ અને ખલીજ ટાઈમ્સ વિશે દાવો કર્યો હતો કે બંને અખબારોમાં છપાયેલા લેખો સમાન હતા, તેથી તે આયોજિત અહેવાલની હાંસી ઉડાવે છે. બીજી તરફ, AAP નેતા સૌરભ ભારદ્વાજે આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે એવું બિલકુલ નથી અને ખલીજ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલો અહેવાલ ન્યૂયોર્ક ટાઈમ્સના સૌજન્યથી છે.
આ પણ વાંચોઃ
Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના
Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત
Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા