શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
મન કી બાતઃ PM મોદીએ ફરીથી સત્તામાં આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કહ્યું- હવે ચૂંટણી બાદ મળીશું
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફતે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાને એકવાર ફરી સત્તામાં આવવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ હવે મે મહિનામાં અંતિમ સપ્તાહમાં ચૂંટણી બાદ દેશને સંબોધશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, માર્ચ એપ્રિલ, અને મેની ભાવનાઓને તે દિવસે વ્યક્ત કરીશ. ચૂંટણી પહેલાનો આ અંતિમ કાર્યક્રમ હતો અને ચૂંટણી બાદ ફરીથી સંબોધન કરીશ.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, અમારા સશસ્ત્ર દળો હંમેશા પરાક્રમ અને અદ્ધિતીય સાહસનો પરિચય આપે છે. તેમણે શાંતિની સ્થાપના પણ કરી છે અને હુમલાખોરોને તેમની જ ભાષામાં પરિચય પણ આપ્યો છે. સૈન્યએ આતંકીઓ અને તેમના મદદગારોના સંપૂર્ણ નાશનો સંકલ્પ લીધો છે. વડાપ્રધાને કહ્યું શહીદોના પરિવારજનોએ ભાવનાઓએ દેશને બળ આપ્યું. ઓડિશાના જગદલપુરના શહીદની પત્નીએ અદમ્ય સાહસને દેશ પ્રશંસા કરી રહ્યો છે.
अगले दो महीने, हम सभी चुनाव की गहमा-गहमी में व्यस्त होगें | मैं स्वयं भी इस चुनाव में एक प्रत्याशी रहूँगा | स्वस्थ लोकतांत्रिक परंपरा का सम्मान करते हुए अगली ‘मन की बात’ मई महीने के आखरी रविवार को होगी: PM#MannKiBaat
— PMO India (@PMOIndia) February 24, 2019
વડાપ્રધાને કહ્યું કે આઝાદીના આટલા લાંબા સમય સુધી આપણે જે વોર મેમોરિયલની રાહ જોઇ રહ્યા હતા તે હવે ખત્મ થવા જઇ રહી છે. ગઇકાલે અમે તેને દેશને સમર્પિત કરીશું. દિલ્હીના દિલ એવા ઇન્ડિયા ગેટ અને અમર જવાન જ્યોતિ છે તેની સામે તેને બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારક સ્વતંત્રતા બાદ દેશ માટે બલિદાન આપનારાઓ માટે સન્માનનું પ્રતિક છે. વડાપ્રધાને કહ્યું કે, વોર મેમોરિયલમાં ચાર સર્કલ છે. અમર ચક્ર, વીરતા ચક્ર ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. સૈનિકોના બલિદાન અને શૌર્યની કહાની છે જેમણે આપણા માટે પોતાનું બલિદાન આપી દીધું. મને આશા છે કે તમે ત્યાં જરૂર જશો અને ત્યાં લીધેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion