શોધખોળ કરો

Toll Collection:... તો ભારતમાંથી નિકળી જશે ટોલ બૂથ,NHAI કરવા જઈ રહી છે મોટો ધડાકો

Electronic Toll Collection System: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સેટેલાઈટ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા માટે વિશ્વભરમાંથી બિડ (EoIs) મંગાવી છે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) પર આધારિત આ સિસ્ટમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતા વાહનોને બાધારહિત ટોલ કલેક્શનનો અનુભવ પ્રદાન કરશે.

ટોલ બૂથ સિસ્ટમનો અંત આવશે
ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) પર આધારિત આ સિસ્ટમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતા વાહનોને બાધારહિત  ટોલ વસૂલાતનો અનુભવ પ્રદાન કરશે, એમ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. NHAIની આ પહેલનો ઉદ્દેશ્ય હાઈવે પરની હાલની ટોલ બૂથ સિસ્ટમને ખતમ કરવાનો છે.

નિવેદન અનુસાર, રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને બાધારહિત ટોલ વસૂલાતનો અનુભવ પ્રદાન કરવા અને ટોલ કામગીરીની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે, NHAI કંપની, ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) એ GNSS આધારિત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ વિકસાવી અને અમલમાં મૂકી છે. ભારતમાં ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા માટે પાત્ર કંપનીઓ પાસેથી બીડ મંગાવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NHAI હાલની ફાસ્ટેગ સિસ્ટમમાં GNSS આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC) સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. શરૂઆતમાં, એક હાઇબ્રિડ મોડલ અપનાવવાનું આયોજન છે જેમાં RFID આધારિત ETC અને GNSS આધારિત ETC બંને એકસાથે કામ કરશે.

EOI માં અમલીકરણની સંપૂર્ણ યોજના શામેલ છે અને તેના પર સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. રસ ધરાવતી કંપનીઓ 22 જુલાઈ, 2024 ના રોજ 15:00 (ભારતીય માનક સમય) સુધીમાં ઇમેઇલ દ્વારા tenders@ihmcl.com પર તેમની અભિવ્યક્તિ મોકલી શકે છે.

ટોલ ચોરી કરનારા પર અંકુશ આવશે
ભારતમાં GNSS આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો અમલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનોની સરળ અવરજવરને સરળ બનાવશે. હાઇવે વપરાશકર્તાઓને ઘણા લાભો પ્રદાન કરવા માટે પરિકલ્પના કરવામાં આવી છે, જેમ કે બાધારહિત ફ્રી ફ્લો ટોલિંગ જેનાથી સમસ્યામુક્ત અવરજવરનો અનુભવ થશે અને લોંગ રુટ આધારિત ટ્રાવેલિંગમાં જ્યાં જ્યાં ઉપયોગકર્તા માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગ પર કરવામાં આવેલી યાત્રા અનુસાર ચૂકવણી કરશે. GNSS આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટોલ વસૂલાતમાં પણ વધુ દક્ષચા લાવશે, કારણ કે તે લીકેજને રોકવામાં અને ટોલ ચોરીને રોકવામાં મદદ કરશે. ભારતમાં GNSS આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને સરળ અને બાધારહિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવામાં મદદ કરશે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget