શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
NIAએ ફરિયાદ દાખલ કરી શરૂ કરી ઉરી હુમલાની તપાસ, અમેરિકા મોકલવામાં આવશે GPS સેટ
નવી દિલ્લી: ઉરીમાં આતંકી હુમલા પછી જ્યાં એક બાજુ શહીદોને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે NIA એ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય તપાસ એંજસીના અધિકારીઓએ ઠાર મરાયેલા ચારો આતંકીઓના ફિંગર પ્રિંટ અને લોહીના સેંપલ જમા કર્યા છે. તેની સાથે તેમની પાસેથી મળેલા હથિયારો અને સામાન પણ NIA ને સોંપશે. NIA એ આ સંદર્ભે ફરિયાદ પણ નોંધાવી છે.
દિલ્લીથી ઉરી પહોંચેલા તપાસ દળના આર્મી ઓફિસરોએ વાતચીત કરી અને ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓને પોતાના કબજામાં લીધા હતા. સેનાના અધિકારીઓએ એનએઆઈએને મળેલી ચાર એકે-47, 14 મેગેઝીન, સેટેલાઈટ ડિવાઈસ, જીપીએસ ફોન, લેપટૉપ, હેંડ ગ્રેનેડ સહિત ખાવા-પીવાની તમામ ચીજો સોંપી દીધી છે.
આતંકવાદીઓ પાસેથી મળેલા સામાનમાં સૌથી મુખ્ય પુરાવો જીપીએસ ફોન અને સેટેલાઈટ ડિવાઈસ છે. તેનો ઉપયોગ આતંકીઓએ સરહદ પાર પોતાના માસ્ટર માઈડ વ્યક્તિને ફોન કરવા અને લોકેશન ટ્રેકિંગ કરવા કર્યો હતો. એનએઆઈએ આ જીપીએસ ફોન અને સેટેલાઈટ ડિવાઈસને અમેરિકાની એફબીઆઈ ફોરેન્સિક લેબમાં મોકલવા જઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion