દેશના આ રાજ્યમાં લગાવાયો Night Curfew, કલમ 144 પણ કરાઈ લાગુ, જાણો વિગત
આસામ-નાગાલેન્ડ સરહદ પર સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ સરહદથી 5 કિમીની ત્રિજ્યામાં રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ માહિતી આપી હતી.
Assam News: આસામના શિવસાગર જિલ્લામાં ગુટખા, પાન મસાલા અને પ્લાસ્ટિકની બનેલી કેરી બેગના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 50 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની વસ્તુઓ પર રહેશે.
50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અનુસાર, ગુટકા, પાન મસાલા અને 50 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની બનેલી કેરી બેગના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે જિલ્લામાં આવી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનું વેચાણ થશે નહીં.
સરહદ પર રાત્રિ કર્ફ્યુ
આસામ-નાગાલેન્ડ સરહદ પર સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ સરહદથી 5 કિમીની ત્રિજ્યામાં રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ માહિતી આપી હતી.
કલમ 144 લગાવી
આ સાથે ઉગ્રવાદી અને ગુનાહિત ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આગામી 60 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ નિર્ણય શિવસાગર જિલ્લામાં લાગુ થશે. આ સમય દરમિયાન માત્ર 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને છૂટ આપવામાં આવશે. આ સિવાય 5 થી વધુ લોકોના ભેગા થવા, ટુ વ્હીલર પર પાછળ બેસનારાઓને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
સરઘસ, ધરણાં વગેરે પર પ્રતિબંધ રહેશે
આ દરમિયાન જાહેર સ્થળોએ 5 કે તેથી વધુ લોકોનું એકત્ર થવું, વ્યક્તિઓ અથવા સંગઠનોના જૂથ દ્વારા સભા, સરઘસ, ધરણા, રેલી, કોઈપણ દિવાલ, સરકારી, અર્ધ-સરકારી અથવા ખાનગી નિવાસીઓની સરહદ વગેરે પર પોસ્ટર, કોઈપણ પ્રકારના બેનરો લગાવવા પર પણ પ્રતિબંધ રહેશે.
Assam | Sales of 'gutka', 'pan masala' & carry bags made of plastic of fewer than 50 microns have been banned. Night curfew has been imposed on the Assam-Nagaland border from 6pm to 6am within a 5 km radius: District Magistrate (2/2)
— ANI (@ANI) April 8, 2022
આ પણ વાંચોઃ
Abroad Education: ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો ક્રેઝ, જાણો કુલ કેટલા ટકા છે પ્રમાણ
Solar Eclipse 2022: આ મહિને થશે વર્ષ 2022નું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ રાશિના જાતકોને થવાનો છે ધનલાભ