શોધખોળ કરો

નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ લોકોએ તિહાર જેલની બહાર વહેંચી મિઠાઈ, ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા

નિર્ભયાની માતાએ ચારેય નરાધમોને ફાંસી અપાયા બાદ જણાવ્યું હતું કે સાત વર્ષના ઈંતજાર બાદ આજે માત્ર નિર્ભયા જ નહીં, પરંતુ દેશની તમામ દીકરીઓને ન્યાય મળ્યો છે.

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ તિહાર જેલની બહાર એકઠા થયેલ લોકો ખુશ જોવા મળ્યા હતા. તેમણે જેલની બહાર ઉજવણી કરી અને મિઠાઈ વહેંચી હતી. લોકોએ કહ્યું કે, આજના દિવસે દેશની દરેક દીકરી અને ન્યાય પસંદ લોકો માટે આજે શુભ દિવસ છે. એક દીકરીની સાથે હેવાનીયત થઈ હતી અને આજે ન્યાય મળ્યો છે. આપણા બધા માટે ખુશીની વાત છે. જેલની બહાર લોકો મોટી સંખ્યામાં પ્લેકાર્ડ લઈને હાજર હતા. લોકોના હાથમાં તિરંગો હતો અને તે ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે તે રાત્રે ત્રણ વાગ્યાથી તિહાર જેલની બહાર હાજર હતા અને દોષિતોને ફાંસી આપવામાં આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આ પહેલા જ થવું જોઈતું હતું. દોષિતોના વકીલને લઈને આ વ્યક્તિએ કહ્યું કે તેણે ખૂબ જ ખોટું કર્યું છે. બંધારણને કારણે ન્યાય મળ્યો - આશા દેવી નિર્ભયાની માતાએ ચારેય નરાધમોને ફાંસી અપાયા બાદ જણાવ્યું હતું કે સાત વર્ષના ઈંતજાર બાદ આજે માત્ર નિર્ભયા જ નહીં, પરંતુ દેશની તમામ દીકરીઓને ન્યાય મળ્યો છે. ચારેય નરાધમોએ ફાંસી ટાળવા માટે તમામ તરકીબો અપનાવી હતી. તેના કારણે આપણી કાયદા વ્યવસ્થામાં જે ખામી છે તે પણ બહાર આવી છે. આખરે આજે તેમને ફાંસી થઈ છે. ભલે મોડો, પરંતુ અમને ન્યાય ચોક્કસ મળ્યો છે. અમારા બંધારણ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ આજે આ જ બંધારણ અને કાયદાને કારણે મને ન્યાય મળ્યો છે. દેશભરની મહિલાઓમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘મારી દીકરી હવે આ દુનિયામાં નથી, અને પાછી આવવાની પણ નથી. દેશની કોઈપણ દીકરી પર ફરી આવું કરવાની કોઈ હિંમત ન કરે તે માટે તેમની લડાઈ ચાલુ રહેશે. આ ચારેયને ફાંસી બાદ દરેક મા-બાપ પોતાના દીકરાને સ્ત્રીનું સમ્માન કરતાં શીખવશે. આખી રાત સુપ્રીમમાં દલીલો થયા બાદ જ્યારે ચારેયને ફાંસી આપવાનું નક્કી કરાયું ત્યારે મેં ઘરે આવી દીકરીની તસવીરને ગળે લગાવી આજે તેને ન્યાય મળ્યો હોવાનું કહ્યું હતું.’ નિર્ભયા આજે જ્યાં હશે ત્યાં ખુશ હશે - પિતા બદ્રીનાથ સિંહ દોષિતોને ફાંસી આપ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, આજે નિર્ભયા ખરેખર ખુશ હશે. એક દીકરી ત્યારે ખુશ હોય છે જ્યારે તેના માતા પિતા ખુશ હોય, આજે અમે ખુશ છીએ માટે નિર્ભયા પણ ખૂબ જ ખુશ હશે. આજે તેની આત્માને શાંતિ જરૂર મળશે. અમારી માગ છે કે મહિલા સુરક્ષાને લઈને એવા કાયદા બને, જેથી ફરી ક્યારેય કોઈ માતા પિતાએ આ રીતે રાહ ન જોવી પડે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget