શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાણામંત્રી નિર્મલા સીતારમણે PM-CARES Fundમાં કેટલા રૂપિયાનું આપ્યું દાન, જાણો
કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, સ્પોર્ટ્સ પર્સન સહિતના તમામ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે હવે નાણામંત્રી નિર્મલા સીતારણે પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં દાન આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, સ્પોર્ટ્સ પર્સન સહિતના તમામ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે હવે નાણામંત્રી નિર્મલા સીતારણે પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં દાન આપવાની જાહેરાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના ઓફિસના ટ્વિટર હેન્ડલ દ્વારા તેમના દાન અંગે માહિતી આપવામાં આવી છે. આ મુજબ નાણાંમંત્રીએ પીએમ કેયર્સ ફંડમાં 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ ટ્વિટ મુજબ તેણે આ રકમ તેમના પગારમાંથી ફાળો આપ્યો છે. આ અંગેનો પત્ર તેઓએ તેમની બેંકને મોકલી આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કોરોના વાયરસ સામે લડવામાં મદદ માટે પીએમ કેયર્સ ફંડની રચનાની જાહેરાત કરી હતી અને દેશવાસીઓને કોરોના સામે લડવામાં વધુને વધુ દાન આપવા અપીલ કરી હતી. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે આ ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ PM-CARES Fundમાં 25 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion