શું હવે ઘરમાં પણ માસ્ક પહેરવું પડશે ? જાણો કેન્દ્ર સરકારના નીતિ આયોગે શું સલાહ આપી....
ડો. પોલે કહ્યું કે, આ પરિસ્થિતિઓમાં માસ્ક ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી જરુરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું ન જોઈએ.
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. સત પાંચમાં દિવસે દેશભમાં નવા સંક્રમિત દર્દોની સંખ્યા સાડ ત્રણ લાખ કરતાં વધારે આવી છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા માટે નવા નવા સૂચનો સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે લોકોને કોરોનાથી બચવા માટે સલાહ આપી છે કે લોકો હવે ઘરમાં પણ માસ્કનો ઉપયોગ કરે. ખાસ કરીને એવા સમયે જ્યારે પરિવારના તમામ લોકો સાથે હોય. નીતિ આયોગે એ પણ સલાહ આપી છે કે હાલમાં ઘરમાં કોઈ મહેમાનને આમંત્રિત ન કરવા જોઈએ
સમય આવી ગયો છે કે ઘરની અંદર પણ માસ્ક પહેરવું
નીતિ આયોગના સભ્ય અને રસીકરણને લઈને બનાવવામાં આવેલ સરકારના ગ્રુપના પ્રમુખ ડો. વી કે પોલે સોમવારે કોવિડને લઈને કરવામાં આવેલ સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન કહ્યું- “હવે સમય આવી ગયો છે જ્યારે લોકો ઘની અંદર પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દે, ખાસ કરીને ત્યારે જ્યારે પરિવારના સભ્યો સાથે હોય.” તેમણે કહ્યુ કે, માસ્ક પ્રોટોકોલનું પાલન એ સમયે કરવું ખૂબ જ જરૂરી છે જ્યારે ઘરના કોઈ સભ્ય કોરોનાને કારણે આઈસોલેશનમાં હોય.
RT-PCR રિપોર્ટ ન મળે તો શું કરવું
ડો. પોલે કહ્યું કે, - “આ પરિસ્થિતિઓમાં માસ્ક ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી જરુરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું ન જોઈએ. પરિવારની સાથે રહો. પરિવારની વચ્ચે રહેવા દરમિયાન પણ માસ્ક પહેરો. કોઈપને ગણ ઘરમાં આવવા ન દો. આપણે આપમી પૂરી ક્ષમતા સાથે આપણી ખુદની અને આપણા પરિવારની સુરક્ષા કરવાની છે.” દેશભરમાં કોરોનાના વધતા કેસની વચ્ચે RT-PCR ટેસ્ટ કરાવવાને લઈને પણ સંકટ ઉભું થયું છે. એવામાં જો કોઈ વ્યક્તિમાં કોવિડના લક્ષણો જોવા મળે તો તેને કોવિડ પોઝિટિવ માનીને તેની સારવાર કરવી જોઈએ, ભલે તેનો રિપોર્ટ મળ્યો ન હોય.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત સાતમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 28 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.